________________
પ્રકરણ ૨૧ મું:
: નાગિનીની ચિંતા...
વરસાદ તે બરાબર મંડાઈ ગયો. પહેલે જ વરસાદ આઠ દિની હેલીમાં પૂરો થયે એટલું સારું થયું હતું કે સંઘજમણ, ખાતમૂરત વગેરે કાર્યો આનંદપૂર્વક પતી ગયાં હતાં અને દેદા શાહને ઘેર આવતાં છ સાત દિવસને વિલંબ થયે. તેઓ છેક અષાઢ વદ પાંચમના દિવસે વિદ્યાપુર નગરીના પાદરમાં પહોંચી ગયા. વરસાદ તો ચાલું જ હતું પણ દિવસના બહુ વાંધો ન આવે. સાંજ પહેલાં કોઈ ગામડામાં રોકાઈ જવું પડે.
શેઠને રથ ચોકિયાત સહિત બાર સમયે શેઠના ભવન પાસે આવી પહોંચ્યા.
વિમલશ્રી સામાયિક લઈને ઓસરીમાં જ બેઠાં હતાં. દેદા શાહ રથમાંથી ઊતરીને ડેલીમાં દાખલ થયા.
એકિયાતો શેઠની રજા લઈને પોતપોતાના ઘર તરફ વળ્યા. શેઠે ચારેય ચોકિયાતને ગામના પાદરમાં જ પાંચ પાંચ સોનૈયા આપી દીધા હતા. રથમાંના સરસામાનમાં બે પિટલાંને એક કરંડિ ઘરમાં આવી ગયાં. રથિકે પણ વિદાય લીધી અને સાથે ગયેલ એક દાસ પણ વિદાય થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org