________________
૨૦૮
દેદા શાહ એ જ કહું છું. દેદા શાહ એક ધર્મપ્રેમી શ્રાવક છે. તે કદી પણુ ગીત સંગીતના જલસાઓમાં, નૃત્યાંગનાઓ પાસે કે ગણિકા ભવનમાં ગયેલ નથી, જતા પણ નથી, મેં સાંભળ્યું છે કે જેના ધર્મમાં આવા સ્થળે જવું તે ઉચિત ગણાતું નથી.' કુંદમણિએ કહ્યું.
જૈનધર્મમાં આવો કઈ દોષ હોય તે શ્રેષ્ઠિપુત્ર નીલવરણ આપણે ત્યાં શા માટે આવતા હતા કે હું જાણું છું કે, રાત્રિકાળે તે જળપાન પણ કરતા નથી તેણે કોઈ દિવસ મારા યૌવન સાથે રમવાની માગણી કરી નથી કે આપણા ભવનની અન્ય કોઈ ગણિકાને સંગ ઇચ્છને નથી. તે ચુસ્ત જૈન હોવા છતાં નૃત્ય સંગીતનાં પ્રયોગમાં આવતો હતો. નીલવરણ પણ ધનવાન પિતાને પુત્ર છે.”
“મેં તે એવું સાંભળ્યું છે કે સાચાં જન કદી આવા સ્થળે જાય નહિ. એટલે આપ દેદા શાહનાં મનને પીંખશો કઈ રીતે ?”
નાગિની દેવી હસી પડી અને હસતાં હસતાં બોલી: “ઘણું જૈન શ્રેષ્ઠિઓ જતા હોય છે, ઘણા નૃત્ય સંગીતમાં રસ લેતા હોય છે ને ઘણી ગણિકાઓ સાથે રમતા હોય છે. તું નિશ્ચિત રહે હું દેદા શાહ આવી જશે એટલે મારા પુરુષાર્થમાં પડી જઈશ. પગલી, નારી પોતે જ પુરુષને પાગલ બનાવવાનું એક સમર્થ સાધન છે. તું કદાચ એમ કહીશ કે દેદા શાહની ઘરવાળી વિમલશ્રી રૂપ યૌવનમાં અપૂવ છે. હું પણ તે જોઈ શકું છું. પરંતુ તારે એક વાત ન ભૂલવી જોઈએ કે, પુરુષની આંખ અતિ સ્થિર હોય છે. પરના– રીની તેની ઝંખના અનંત યુગોથી એવી ને એવી રહી છે અને પાગલ પુરુષને પરનારીમાં વધારે સૌંદર્ય હોય છે.'
કુંદનમણિ કંઈ જવાબ આપવા જાય તે પહેલાં જ એક દાસી ખંડમાં દાખલ થઈ અને નમન કરતાં બેલીઃ “દેવી, મુનીમ કાકા આવી ગયા છે.'
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org