________________
૨૦૬
દેદા શાહ ‘થાકબાક શેને લાગે ? ક્યાં પગપાળો આવ્યો છું ? વળી આપણી કાયા કયાં સુંવાળી હતી ! આ તે પ્રતિક્રમણનો સમય છે એટલે જરા આંટો મારી આવું!” કહી દેદા શાહે ખીંટીયે મૂકેલો ખેસ ઉઠાવ્યો અને માથે પાઘડી મૂકી.
વિમલશ્રી વધુ કંઈ ન બોલી.
ઓસરીનાં બારણુ પાસે જઈ ને શેઠે પૂછ્યું, “કંઈ લાવવાનું છે? ”
ના...ના પણ બહુ મોડું ન કરતા.”
“દી' આથમે હું આવી જઈશ. વળી રથમાં બેઠા બેઠાં શરીર જરા અકડાઈ ગયું છે તે છૂટું થશે.” કહી દેદા શાહ ચાલતા થતા.
આ તરફ નાગિની દેવીએ નૃત્ય અને સંગીત સાધનાની જનતામાં ભારે પ્રશંસા જન્માવી હતી. એના રૂપયૌવનની માધુરી પણ ગુલાબની સૌરભ માફક મહેકી ચૂકી હતી. આઠ આઠ દિવસની એલી પડવા છતાં રોજ એક દર્શકે આવી ચડતા. એક દિવસ તો તે વિદ્યાપુર નરેશના રાજભવનમાં પણ ખાસ નિમંત્રણથી ગઈ હતી. અને ત્યાં રાજપરિવાર તથા રાજકમચારીઓ સમક્ષ પિતાની કલા પીરસી હતી. રાજાએ તને રાણીએ ભારે પ્રસંશા કરી હતી એટલું જ નિહિ મોતીની એક મુલ્યવાન માળા ભેટ આપી હતી. તે સિવાય
એકસે એકાવન સોર્નયા અપણ કર્યા હતા. આમ નાગિની દેવી લેકમુખે કલારાણી તરીકે પંકાઈ ગઈ હતી. તેની સાથેની સંગત આપનારી ચાર નવયૌવના નતંકીઓએ પણ સારો એ સાથ આપી કીતમાં વધારે કર્યો હતો.
આજે દેદા શાહ આવી ગયા છે. તે સમાચાર નાગિનીને હજુ મળ્યા નહોતા. આમ તે તે દેદા શાહની રાહ જોઈ રહી હતી અને મુનીમને એ માટે સમાચાર લાવવા તેણે રેમ્યા હતા. મુનીમજી હિંમેશા સૂર્યાસ્ત પછી દેદા શાહના સમાચાર મેળવતા. કારણ કે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org