________________
૨૦૨
દેદા શાહ
શેઠ ઘરમાં આવ્યા. પ્રિય પત્ની ઓસરીમાં જ સામાયિક લઈને બેઠી હતી. પત્નીને સુખરૂપ જોઈ ને શેઠના મનને સંતોષ થયો.
તેઓએ અંગરખું, પાઘડી વગેરે ખાટ મૂકયું. કેડેયે બાંધેલી સેનૈયાની વાંસળી પણ પાટ પર મૂકી. ત્યાર પછી તેઓ રડામાં ગયા. રસાયણ તો ઘેર હતી. ડોશીમા એક તરફ ઓરડીમાં સુઈ ગયાં હતાં. દેદો શાહે પ્રથમ ચૂલે સળગાવ્યો અને ત્યાર પછી એક દેગડીમાં પાણી લઈ તેના પર ગરમ કરવા મૂકયું.
આજે તેઓએ હજુ સુધી દાતણ નહોતું કર્યું. સવારે વહેલા નીકળ્યા હતા અને માર્ગમાં વરસાદના કારણે રોકાઈ રહેવું પડયું હતું. એક વૃક્ષ નીચે આ ગાળા દરમિમ્યાન ચેકિયાતે, દાસ વગેરેએ દાતણ કરી લીધાં હતાં અને શેઠના કહેવાથી સહુએ ભાતુ પણ આડશમાં બેસી વાપરી લીધું હતું. વરસાદની છાંટના ભયે તેઓએ દાતણ ન કર્યું. મનથી નક્કી કર્યું કે ઘેર જઈને જ સ્નાન દાતણ વગેરે પતાવવું.
પાણી ગરમ મૂકીને તેઓ પુનઃ ઓસરીમાં આવ્યા. ડોશીમાને જગાડવાનું તેઓને ઉચિત ન લાગ્યું. તેમ પાછળના ઉપવન પાસેના મકાનમાં રહેતી બીજી દાસીને બોલાવતાં પણ તેઓ અચકાયા. તેમના મનમાં થયું, માનવી પરિસ્થિતિને ગુલામ નહિ પણ સ્વામી બનો જોઈએ દુઃખ હોય, સુખ હોય, બંને કર્મનાં જ ફળ છે અને બંને પ્રકારનાં ફળને પ્રસન્ન હૃદયે ઝીલીને પચાવવાં જોઈએ.
પાણઆરેથી દાતણ લઈ તેઓએ જળનો એક લોટો ભર્યો અને પિતાના નિત્યના અભ્યાસ પ્રમાણે તેઓ ઓસરીના ઓટે બેસી ગયા.
વરસાદ રહી ગયું હતું. વાદળા પણ કંઈક સ્વચ્છ બની રહ્યા હતાં. છતાં સૂર્યનાં દર્શન દુર્લભ હતાં.
શેઠે પચ્ચકખાણું પાણીને ત્રણ કવળ કર્યા અને પછી નવકારમંત્રના સ્મરણ સાથે દાતણ ચાવવું શરૂ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org