________________
૧૯૮
દેદા શાહ
દેવી સુખોપભોગનાં જ્યાં પ્રચુર સાધનો પડ્યાં હોય છે ત્યાં અતૃપ્તિ પણ પડી હોય છે અને વ્યવહારિક શબ્દોમાં કહીએ તે મિલનની ઝંખનાનું મૂળ જ અતૃપ્તિ છે. આવી કોઈ અતૃપ્તિ અમારી પાસે ટકતી નથી. એટલે ઝંખના પણ જાગતી નથી. ” કુંદનમણિએ કહ્યું.
નાગિનીદેવી સખીની વાત સાંભળીને અવાક્ બની ગઈ. તે બેલીઃ “કુંદન, તારી વાતમાં મને તથ્ય લાગે છે. પરંતુ મારી પરિસ્થિતિ તો સાવ નિરાળી છે. મારો વ્યવસાય પુરુષમાં ઝંખના જાગૃત કરવાનો છે અને એની જ હું રૂપયૌવનની નારી સર્વદા અપરાજિત રહે છે એમ માનું છું. મારે અનુભવ પણ એ છે કે નારીના નયન બાણ કેઈ મુનિ-સંત પણ સહી શકતા નથી.'
દેવી, આપના ભવનમાં આપે આ અંગે મારી સાથે ચર્ચા કરેલી અને મેં આપને કહેલું કે આપ આવું સાહસ ન કરે પણ આપે તે ગંભીર હાથ બકી નાખી હતી.”
હા સખી, પણ મને મારી કલામાં, મારા રૂપયૌવનમાં અને મારા આ જ્ઞાનમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. મને વિશ્વાસ છે કે હું દેદા શાહને અવશ્ય કારી ન બાણ વડે ઘાયલ કરીશ.”
પરંતુ મેં સાંભળ્યું છે તે અતિ ગંભીર છે.” છતાં સંસારી છે...નવજવાન છે.' “દેદ શાહ પરમ ધર્મિષ્ટ છે.” “હા...પણ તે સર્વ ત્યાગી નથી કે મુનિવર પણ નથી.”
દેવી, આપ એ ન ભૂલી જજે કે શ્રી દેદા શાહ સાવ સાદાઈમાં રહેનાર છે.”
કુંદન કામ જીવનથી નિવૃત્ત તો છે જ નહિ. સુંદર પત્નીના સ્વામી છે. અને માત્ર સાદાઈ વડે માનવી વજી પુરુષ બની શકતે નથી. અને મારી કલાને વિજય તે દેદ શાહને મારો બનાવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org