________________
રાજાની ભાવના
૧૪ વિશાળ દેખાતી પેઢી પર પહોંચ્યા. નગરશેઠના બંને દીકરાઓએ પેઢીનું કામ સંભાળી લીધું હતું. બંનેને પરણાવ્યા હતા અને બંને સંસ્કારી તેમજ માતૃ પિતૃ ભક્ત હતા.
નગરશેઠે ઘણું જ આદર સહિત દેદા શેઠને પોતાની બાજુમાં ગાદી પર બેસાડયા. ત્યાર પછી બે માણસોને ઘેર સેનાના બે કોથળા લાવવા રવાના કર્યા અને પોતાના મોટા દીકરાને આઠ દસ ચેકસી. ઓને બોલાવવા મોકલ્યા. એક વાતરને લલુકાકાના ઘેર રવાના .
લગભગ એકાદ ઘટિકા પછી વેપારીઓ આવી ગયા. ત્યાં તો સેનાની લગડીઓવાળી મણમણની બે કોથળીઓ પણ આવી ગઈ. ભાવતાલની વાત શરૂ થઈ. એક ઢાળિયે કાઢીને તેને કસ કાઢવો શરૂ થશે. તેનું નિર્ભેળ હતું. આવું સોનું તો ભાગ્યે જ પ્રાપ્ત થાય. સે ટચનું સેનું.
સાડા બારને પાંચ ઢિંગલાના ભાવે સોનું વેંચાઈ ગયું. અધમણ સેનું નગરશેઠે રાખ્યું. દેઢમણ સોનું અન્ય વેપારીઓ લઈ ગયા.
બધા વેપારીઓના ગયા પછી દેદા શેઠે કહ્યું : “નાણાં તમારે ત્યાં જમા રાખજે. મારે કંઈ જરૂર નથી. આશરે બેતાલીશ હજાર આવશે. ચાલીશ હજાર ઉપાશ્રયના ખાતે જમા કરજે. બાકીનામાં જમણું વગેરે પતી જશે.'
ત્યાં તો લલુકાકા આવ્યા. સાઠ વરસને ખડતલ પુરુષ, દુબળી કાયા પણ મોઢા પર તેજ ઘણું...તેમણે તેર વરસની વયે ચોથાવતની બાધા લીધી. અને ખાધે પીધે સુખી હતા. પિતે કોઈ પ્રકારને ધંધો કરતા નહિ. બે મોટા ભાઈ ધંધો કરતા. બંને પરણેલા હતા.
નગરશેઠે લલ્લ શાહને આરદપૂર્વક બેસાડયા. પછી તેઓએ દેદાનો શાહનો પરિચય આપ્યો અને આવતી કાલે નકારશીના જમણની વાત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org