________________
નાગિની દેવી !
૧૫૧
આમ એક શુભ માનું સ્વપ્ન સ્થિર કરીને દેદા શાહ યથાસમયે વિદ્યાપુર નગરીમાં આવી પહોંચ્યા.
નગરશેઠના મુનીમને પાંચ દિવસ રાકાઈ જવાના દેદા શાહે આગ્રહ કર્યાં. મુનીમે તે સ્વીકાયે↑ અને દેવ શાહે આસપાસનાં તીથ દર્શન અંગે એક ડમણી ભાડે લીધી અને એક માણસને પણ સાથે જવાનું જણાવ્યું.
આમ બે દિવસ રોકાઈ ને નગરશેઠના મુનીમ તીદન નિમિત્તે નીકળી ગયા. તે શેઠની અને શેઠાણીની સાદાઈ જોઈને ભારે ચકિત બની ગયા હતા. તેણે જોયું, દેદા શેઠ માત્ર પેાતાના કપડા પુરતા જ સાદા નથી, તેમનાં પત્ની પણ સાદાં છે અને નાના એવા ભવનમાં સાદાઈ મહેકતી હાય છે. નહિ બેસવાના સાનાના કે રૂપાના આસને, નહિ કયાંય ત્રિપદિ કે ચતુષ્પદ્મ ભેાજન માટે પણ ચાલુ વાસણા અને તે પણ માટે ભાગે કાંસાના. ભેાજન માટે આનિયા પાટલા પણ સાવ સાદા, ત્રાંબા પિત્તળનાં ઠામ વાસણુ, કયાંય વૈભગ વિલાસની એકાદી પણ ઝાંખી દેખાતી નથી. નગરશેઠને મુનીમ એમ પણ ન સમજી શક્યા કે રોડ રોઠાણી લેાભી છે! કારણુ કે મે દિવસમાં તે જોઈ શકયેા હતેા કે રાજ સવારે શેઠાણી યાચકોને દાન આપવામાં જરાય લાભ રાખતાં નથી કાઈ ને સેાનું, કાઈને રૂપપૈયા, કાઈને વસ્ત્રો, કેઈને અન્ન વગેરે આપતાં હોય છે. જ્યારે શેઠના તે પરિચય થઈ જ ગયેા છે. તેમે તેા બીજાને આપવામાં જરાય પણુતા દર્શા. વતા નથી. અને જમવાનું પણ કેટલું સાદું ને સાત્વિક ! રોટી, માટી, ગાળ, દાળ અને ભાત, એકાદ લીલેાતરી શાક ! ખરેખર વૈભવનાં કુંડાળાં વચ્ચે રહીને વૈભવથી અલિપ્ત રહેવુ' તે એક મેટામાં મોટું તપ છે! આમ ખૂબ જ પ્રભાવિત બનીને નગરશેઠના મુનીમ તીથ દશને ગયા હતા.
દેદા શેઠે ચાર મણ સાનાનાં ઢાળિયાનાં ચાર કાથળાઓ પૈક કરાવીને ઓરડામાં રખાવ્યા હતા.તેઓએ વિમલશ્રીને દેવગિરિમાં ઉપાશ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org