________________
દેદા શાહ પ્રેક્ષકોએ કવિના આ કાવ્યને હર્ષપૂર્વક “ ધન્ય ધન્ય ' વડે બિરદાવ્યું અને રાજાને પણ ઉતારી પાડવામાં કવિએ દર્શાવેલી નિડરતા દરેક કવિઓ અને પ્રેક્ષકોને સ્પર્શી ગઈ હતી.
થોડી વાર પછી દાસીઓ અને દાસ પાનકના પાત્રો, પાન બીડાંના થાળ, મૈરેય પીનારાઓ માટે મૈરેય વગેરે પીરસવા નીકળી પડયાં.
લગભગ એકાદ ઘટિકા પછી શાંતિ સ્થાપિત થઈ ગઈ.
મહા કવિ ધુન્નરદેવ ઊભા થયા. સહુએ હર્ષનાદ વડે તેમને વધાવ્યા કારણ કે ધુનરદેવ માળવાના મહાકવિ ગણાતા હતા. તેઓનાં કાવ્ય મોટે ભાગે લોકભોગ્ય રહેતા. પ્રેમ, શૃંગાર, વિરહ, મિલન, નારીનાં રૂપ, નારીની નજાકત, નારી જીવનની રસ માધુરી વગેરે અનેક વસ્તુઓ તેમના કાવ્યોમાં ગૂંથાયેલી રહેતી.
તેમણે સર્વને નમસ્કાર કરીને સૌ પ્રથમ દેવી સરસ્વતીની ચાર શ્લેક વડે આરાધના કરી. ત્યાર પછી તેઓએ રાધા અને શ્રીકૃષ્ણનાં વિરહનું એક અલંકાર અને ભાષા સમૃદ્ધિથી શોભતું કાવ્ય શરૂ કર્યું.
વ્રજનારીના અંતરમાં રહેલી પ્રિય મિલનની ચિરકામના અને રાધિકાના હૃદયમાં શ્રી બાલકૃષ્ણના રૂપમાં અરૂપ બની જવાની મસ્તીભરી તમના કવિએ એવા ભાવથી રજૂ કરવા માંડી કે બધા પ્રેક્ષકે ડેલવા માંડયા. કવિઓ “ધન્ય ધન્ય” પકારવા માંડયા. નાગિનીના હૃદયમાં થયું કે મહા કવિ ગાય ને હું નાચ્યા કરું !
રાત્રિના ત્રીજા પ્રહરની માત્ર બે જ ઘટિકા બાકી રહી હતી.
અને જ્યારે મહાકવિ ધુનરદેવે કાવ્ય પૂરું કર્યું ત્યારે રાત્રિને ત્રીજો પ્રહર લગભગ પૂરો થવા આવ્યો હતો. પ્રેક્ષકોએ મહાકવિને સારી રીતે બિરદાવ્યા. મહાકવિ પિતાના આસને બેસી ગયા.
ડી જ વાર પછી પ્રશ્ન ગોષ્ઠિને પ્રારંભ થશે. પ્રશ્ન ગોષ્ઠિમાં એવો શિરસ્તો હતો કે કવિમંડળ સિવાયના પ્રેક્ષકભાઈએ પણ ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org