________________
નાગિની દેવી !
૧૫૩
અને વિનમ્રતાનાં સમાચારો તે ઘણા સમયથી પ્રસરી ચૂક્યા હતા, પરંતુ હવે તે દેવગિરિમાં ઉપાશ્રય બનાવવાની ભાવનાનાં, તેમાં સેનાનું મંદિર કરી આપવાના, શ્રીસંઘ જમણના વગેરે સમાચારો પણ વૃદ્ધિ પામીને આવી ગયા હતા અને લેકો પોતાના રાજાએ વગર વિચાર્યું એક પવિત્ર અને દાનેશ્વરી નાગરિકને હેરાન કર્યો હતો અને સારા યે રાજ્યની કીતિને ઝાંખપ લગાડી હતી તે વાત પણ દેદા શાહની પ્રશંસા સાથે જનતાના મુખે રમવા માંડી હતી. રાજાને આ અંગે મનમાં ઘણું દુઃખ થયું હતું. પણ તેને પોતાની ભૂલના સંશો. ધનનો કોઈ ઉપાય પ્રાપ્ત થતો નહતો. મહામંત્રીએ એક ઉપાય સૂચવ્યો હતો કે વિદ્યાપુર નરેશને વિનંતી કરવી અને દેદ શાહને આદર સહિત અહીં લાવવા માટે એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ મેકલવું. પણ આ ઉપાયથી દેદ શાહ પુન: નાંદુરીમાં આવશે કે કેમ? તે અંગે રાજાને શ્રદ્ધા ન હોવાથી તેઓએ મહામંત્રીની સૂચનને કેાઈ અમલ નહોતો કર્યો. છેવટે તેમણે એમ માનેલું કે માનવી બધું ભૂલી જાય છે, પણ પિતાની જન્મમકાને કદી વીસરતે નથી. એટલે દેદા શાહ પિતાની જમધારાના આક્ષણે ગમે ત્યારે પાછા આવશે.
પણ આ આશા પર દિવસો નહિ મહિનાઓ વીતવા માંડયા. અને દેદા શાહની પ્રશંસા ગુલાબના સત્વ સમી સમગ્ર દેશમાં પ્રસરવા માંડી.
નાંદુરી નગરીમાં દેદા શાહ પાછા આવે તો શ્રી જૈન સંઘનું ગૌરવ વધે એવું શ્રી જૈન સંઘને વારંવાર થયા કરતું અને દેદા શાહે દેવગિરિમાં ઉપાશ્રય બંધાવવાની વાત સાંભળી એટલે શ્રીસંઘે દેદા શાહને નિમંત્રણ આપવા પાંચ આગેવાનોને વિદ્યાપુર નગરી તરફ રવાના કર્યા
પાંચ આગેવાનીમાં ત્રણ દેદા શાહને ઓળખતા હતા. બેને ખબર હતી પણ કોઈ વાર મળેલ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org