________________
પ્રકરણ ૧૪ મું :
: દેદા શાહની ભાવના
સવારને પ્રથમ પ્રહર લગભગ અડધે વીતી ગયો હતે. દેવગિરિનગરીના શ્રાવક ઉપાશ્રયનાં એકત્ર થઈ ચૂક્યા હતા. ઉજજ. નીથી ગઈ સાંજે પાછા ફરેલા નગરશેઠ પણ આવી ગયા હતા.
દેદા શાહ પણ સેવાપુજાથી પરવારીને આવ્યા હતા અને પોતે અજાણ્યા હોવાથી મહારાજશ્રીને ભાવપૂર્વક વંદના કરીને એક ખૂણામાં બેસી ગયા હતા.
| મુનિવરશ્રીએ વ્યાખ્યાનનો પ્રારંભ નવકારમંત્રની આરાધનાથી શરૂ કર્યો. મઠ અને ગંભીર સ્વર. વિશુદ્ધ વિચાર નવકારમંત્રનાં શબ્દ જાણે સાંભળનારના પ્રાણમાં પ્રકાશ વેરી રહ્યા હતા.
મુનિ મહારાજે દાનધન ઉપર પ્રવચન શરૂ કર્યું. દાન આપવાથી સંચયની મૂછનો ત્યાગ થાય છે અને દાન આપનારના કર્મોને ક્ષય કેવી રીતે થાય છે તેના બે એક દાખલા આપીને દાન એ સંસારીઓ માટે ત્યાગનું એક પ્રતીક છે, અપરિગ્રહની આરાધના છે અને શુભ કર્મોન ઉપાર્જનને એક ભવ્ય પુરુષાર્થ છે તે વાત કહી. ભૂતકાળના દાનેશ્વરીઓને દાનથી પ્રાપ્ત થયેલાં ફળોનાં દાખલા સાથે દાનને મહિમા કેટલાં અપર છે તે વાત જણાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org