________________
સત્યને રણકાર!
“તો શું આપને આ ધન આકાશમાંથી પ્રાપ્ત થયું છે?” રાજાએ વ્યંગમાં કહ્યું.
કૃપાનાથ, પૂર્વ જન્મના કેઈ દુષ્ટકર્મને અંત આવે છે અને શુભ કર્મને ઉદય થાય છે ત્યારે માનવીની કલ્પનામાં પણ ન હોય, તે રીતે તેને સુખ, સંપત્તિ વગેરે પ્રાપ્ત થતા જ હેય છે, એ રીતે મને પણ પ્રાપ્ત થયેલ છે. દેદા શાહે કહ્યું.
તમારા ચેપડામાં તમે જે કંઈ દાન કર્યું કે પ્રભાવના કરી કે કોઈને કશું આપ્યું તેની કેઈ નોંધ શા માટે નથી ?”
કૃપાનાથ મને કેવી રીતે ધન મળે છે તે વિગત માટે અસત્ય. જણાવવી નથી એટલે મેં ક્યાંથી મળે છે ને કેવી રીતે તેને ઉપયોગ થાય છે, તે વાત હું લખી શક્તા નથી. પરંતુ હું આપને એક વાતની ખાતરી આપું છું કે, જ્યાંય ચોરી કરીને કે કોઈ સાથે જુગાર રમીને કે એ કોઈપણું અનુચિત વ્યાપાર કરીને મેં એક દેકડે. પણ મેળવ્યો નથી.” દેદા શાહે કહ્યું.
રાજાએ બે પળ વિચારીને કહ્યું : “દેદા શાહ, મેં સાંભળ્યું છે તે મુજબ તમને કેઈ નિધાન પ્રાપ્ત થયું છે. તમે એ વાત શા. માટે છુપાવે છે ?”
“મહારાજ એવું કેઈ નિધાન મને સ્વપ્નમાં પણ મળ્યું નથી, અને જે મળ્યું હોય તો તેને હું આપની આજ્ઞા વગર રાખી પણ ન શકું. કારણ કે હું જાણું છું કે ધરતીના પેટાળમાં દાટેલું કોઈપણ નિધાન બહુધા બીનવારસી હોય છે અને એવી બિનવારસી સંપતિ પર ત્યાંના રાજાને જ અધિકાર જ હોય છે.”
તો પછી તમારે આ બધું ધન ક્યા ઉપાયથી અથવા ક્યા માગેથી અથવા તેની પાસેથી મળે છે તે જાહેર કરવું પડશે. જે તમે સત્યના આગ્રહી હો તો આ વાત છૂપાવવાનું કોઈ પ્રયજન મને લાગતું નથી.” રાજાએ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org