________________
મહાભાનું મિલન !
૧૧૯ ખાસ કેઈ કામ નથી. મારે ત્યાં જવું છે. અહીંથી કોઈ ડમણી કે એવું મળશે?”
હા શેઠજી. આપને જ્યાં રહેવું ? ક્યાંથી આવવું થયું અને કઈ તરફ જવાનું છે ?” મુનીમે પ્રશ્ન કર્યો.
હું વિદ્યાપુર નગરીને રહેવાસી છું. મારું નામ છે દેદા શાહ, અને હું આ નગરીમાં જ કામે આવ્યો છું.’
વિદ્યાપુરવાળા દેદા શાહ આપ પિતે ? અરે અમે તો આપની પ્રશંસા ઘણી વાર સાંભળી છે. આપના દર્શનથી આજ અમે ધન્ય બન્યાં. આ તે મેં માત્ર ધર્મશાળાના નિયમ ખાતર પૂછયું હતું. આપને આંબાવાડીએ જવું હોય તે હું વાહન મંગાવી દઉં છું.” મુનીમ જાણે ભારે હર્ષમાં આવી ગયો હતો.
થોડી વાર પછી એક ડમણું આવી ગઈ અને દેદા શાહ આંબાવાડીએ જવા વિદાય થયા.
સૂર્ય અસ્તાચળ તરફ પ્રયાણ કરી રહ્યો હતો. ડમણું જાણે તાલબદ્ધ ગતિએ ચાલી રહી હતી. દેદા શાહના મનમાં હતું કે,
મહાત્મા નાગાર્જુન મળી જાય તો ઘણું ઉત્તમ! એમની કૃપાથી હું આજ પાંચમાં પૂછાઈ રહ્યો છું. જે તેઓએ મારા પર કૃપા ન કરી હતી તે આજ મારી ને વિમલશ્રીની કોણ જાણે શી યે દશા હેત ?”
આવા વિચારોમાં ને વિચારમાં ડમણી આંબાવાડયામાં આવી પહોંચી અને હાંકનારે વછેરા જેવા નાના દેખાતા અને ઊભો રાખ્યો. દેદા શેઠે ચારે તરફ જોયું. આંબાવાડિયું અતિ સહામણું હતું. દેદા શેઠ હળવેથી નીચે ઉતર્યા ત્યાં આંબાવાડિયાને માલિક દેડ આવી પહોંચ્યો અને બે હાથ જોડી બોલ્યો : “પધારે શેઠજી, શી આજ્ઞા છે ?”
“આ આંબાવાડિયામાં કોઈ મહાત્મા પધાર્યા છે ?” “હા શેઠજી, તેઓ સામે દેખાતી કુટિરમાં બિરાજે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org