________________
દેદા શાહ કૃપાનાથ, આ બધું મને ક્યાંથી પ્રાપ્ત થાય છે વાત તે કહેવામાં મને અન્ય કેઈ બાદ નથી કારણ કે હું કર્મવાદને માનનારે છું પરંતુ મારી મુશ્કેલી એક જુદી જ છે. આ ભેદ કાઈને જણાવો નહીં એવા વચનથી હું બંધાયેલ છું. વચનભંગને દોષ વહોરવા કરતાં આ અંગે મારે મૌન રહેવું એ જ કર્તવ્ય છે એમ હું માનું છું.'
આપને સાંજ સુધીને સમય આપું છું...તે દરમ્યાન આપ વિચારીને મને જણાવજે. નહિ તો આપ રાજ્યને છેતરીને કેઈ નિધાન છુપાવી રહ્યા છે એવું માનવાને મને કારણ મળશે...
અને આપ તે જાણે છે કે રાજ્યને છેતરનાર વ્યક્તિ બહુ જ આકરી - સજાને પાત્ર હોય છે.” રાજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું.
દેદા શાહે એવા ને એવા સ્વસ્થ સ્વરે કહ્યું: “મહારાજ, આપ પ્રજાના પિતા સમાન છે, પ્રજા પ્રત્યે પ્રેમ રાખનારા છો અને પ્રજાના રખેવાળ પણ છે, આપે પ્રજાના શાઑ પર વિશ્વાસ રાખવું જોઈએ. જે રાજા પ્રજા પ્રત્યે વિશ્વાસ નથી રાખી શકતો તે રાજા સાચો ન્યાય પણ નથી કરી શકતે. સંભવ છે કે આપના કાને કેઈએ આવી વાત નાખી હેય અને આપને ચિત્તમાં સંશય જાગ્યે હેય જેના પરિણામે આપ મારા શબ્દો પર મહત્વ ન આપી શકે તે સહજ છે. છતાં હું આપને ખાતરીપૂર્વક કહું છું કે મને કોઈ સ્થળેથી પ્રજાને મળ્યું નથી. મળ્યો હોય તો હું જાહેર કર્યા વગર હું નહિ. એ સિવાય કોઈ પણ પ્રકારને અનીતિમૂલક ધંધો કરીને પણ ધન મેળવ્યું નથી. લૂંટને ભાલ, ચેરીને માલ કે જુગારીઓને માલ લઈને પણ હું ધનવાન બનવામાં માનતા નથી. મને મળેલી સંપત્તિ પાછળ રહેલું સત્ય હું આપ સમક્ષ વચનબદ્ધતાના કારણે ખુલ્લું કરી શકતા નથી. આ મારે સ્પષ્ટ કરાર છે. વિચાર કરવાને સમય સાંજ સુધી આપો કે, આઠ દિવસ સુધી આપે,મારા કથનમાં કાઈ પરિવર્તન થવાનું નથી.'
Jain Education International
FOT
For Private & Personal Use Only
www.jainelibrary.org