________________
ઊડાડી મૂકે ! ત્યારે જ્ઞાન બીજને ય ઊડાડી મૂકે !!! પણ આવતા ભવમાં આ જ્ઞાન પાછું સહાયરૂપ થાય.
પરણાવાની ના પાડી તેથી કંઈ અંતરાયકર્મ બંધાય ? મુંબઈ જઈએ તેથી કરીને કંઈ બીજો ગામો જોડે ઓછાં અંતરાય પાડ્યા કહેવાય ?!
બ્રહ્મચર્ય પાળે તેનાથી કર્મ બંધાય ?
અજ્ઞાનદશામાં બ્રહ્મચર્ય પાળવાથી પુણ્ય બંધાય ને અબ્રહ્મચર્યથી, પાપ બંધાય. પણ અક્રમજ્ઞાનથી તો કર્મ જ ના બંધાય. બન્નેવ ડિસ્ચાર્જ ગણાય. આમાં જ્ઞાનીની આજ્ઞાથી પાળીએ છીએ, કર્તા થઈને, એટલું ચાર્જ છે. બ્રહ્મચર્ય ઈટસેલ્ફ ડિસ્ચાર્જ છે, પણ તેની પાછળ જે ભાવ છે તે ‘ચાર્જ) ગણાય. આજ્ઞા પાળવા પુરતું ચાર્જ ગણાય. એનું ફળ સમ્યક્ પુણ્ય મળે. જેનાથી સીમંધર સ્વામી પાસે પડી રહેવાની સવલતો સરળતાથી મળે. આ બધી વૈજ્ઞાનિક શોધખોળો છે દાદાની !
સંપૂજય દાદાશ્રી બ્રહ્મચર્યની મજબૂતી માટે દર રવિવારે સંપૂર્ણ ઉપવાસ પાળવાનો નિયમ આપતા, જેનાથી વિષયનો સામાવાળિયો થાય. ને બ્રહ્મચર્યમાં ખૂબ પુષ્ટિ મળે.
જેને લક્ષ્મી કે વિષય સંબંધી વિચાર જ ના આવે, દેહથી છૂટો રહે તેને જગત ભગવાન કહ્યા વિના નહીં રહે !!!
૧૮. દાદા આપે પુષ્ટિ, આપ્તપુત્રીઓને ! પરમ પૂજય દાદાશ્રીએ બહેનોને પુષ્ટિ આપી બ્રહ્મચર્યના માર્ગે વાળી છે.તેમના હાથે આપ્તપુત્રીઓનું ઘડતર થયેલું છે.
સારાં કપડાં પહેરેલાં, અપ ટુ ડેટ યુવાન જોઈ છોકરીઓ મૂર્શિત થઈ જાય, પણ મહીં માલ કેવો ય કચરાવાળો હશે તે ના દેખી શકે ! રૂપાળો જોઈને જ મૂછિત થઈ જાય એટલે ત્યાં ફસાવું નહીં, નહીં તો ભવ બગાડી નાખે એ ! આવતા ભવની ગાંઠ પડે. પૂજ્યશ્રીએ છોકરીઓ માટે બ્રહ્મચર્યની મુશ્કેલીઓ વધારે દર્શાવી છે. નિશ્ચય ડગે નહીં તો ગેરન્ટીથી બ્રહ્મચર્યને પહોંચી વળાશે ! શ્રી વિઝનની જાગૃતિ રહે તે મોહને કાઢે.
યુવાનોને પૈણવાનું કહીએ તો ના પાડે છે. ઘેર મા-બાપનું સુખ (!) જોઈને એમને જબરજસ્ત વૈરાગ આવી જાય છે.
ગમે તેટલું આકર્ષણ થાય પણ પ્રતિક્રમણ ખૂબ કર્યે રાખવાથી તેમાંથી છૂટી જવાય.
આજકાલ ધણી તે કેવા હોય છે ? ધણી તો તેનું નામ કે એક ક્ષણ પણ આપણને ના ભૂલે ! આ તો બધા કચરો ! બહાર કેટલીય સ્ત્રીઓ જોડે સોદા પાડતા ફરે ! આ કાળમાં પ્રેમ નહીં પણ આસક્તિ જ જોવા મળે. પ્રેમ ભૂખ્યા નહીં પણ વિષય ભૂખ્યા હોય. આ એક જાતનું સંડાસ જ કહેવાય, વિષય એટલે પૈણ્યા એટલે ઘરનું સંડાસ આવી ગયું, નહીં તો બહાર જયાં ને ત્યાં જતા ફરે ! એના વિના છૂટકો જ નહીં ને, માટે !
જેને એકાવતારી પદ મેળવી મોક્ષે જ જવું છે તેને પ્રથમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે જ્ઞાની પાસેથી. પછી આજ્ઞામાં આવીને બ્રહ્મચર્ય પાળે તો જ થાય. સ્ત્રીઓને માટે વધારામાં મોહ ને કપટથી સંપૂર્ણ છૂટવું પડે. પરપુરુષ માટે વિચાર પણ ના જોઈએ. અને આવે તો તરત પ્રતિક્રમણ કરી ધોવું પડે. જે મિશ્રચેતનથી ચેત્યો એનું કલ્યાણ થઈ ગયું ! મિશ્રચેતન સંગે જે વિકારી સંબંધીથી લપટાયા તો જાનવરગતિમાં ખેંચી જાય !
જ્ઞાની પુરુષ પાસે પોતાનું કલ્યાણ કરી લેવાનું. પોતે કલ્યાણ સ્વરૂપ થયો. તેનાથી વગર બોલ્ય બીજાનું કલ્યાણ થાય. બોલ બોલ કરવાથી કે ભાષણો કરવાથી કશું વળતું નથી. ચારિત્રની મૂર્તિ જોવાથી જ બધા ભાવ શમી જાય ! માટે પ્યૉર થવાનું છે, શીલવાન થવાનું છે !!!
- જય સચ્ચિદાનંદ
39
40