________________
મુબઈ મહાવીર જૈન વિદ્યાલય, લીંબડી જૈન બોડીંગ, બનારસ જેના પાઠશાળા અને ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભાના મકાનમાં તથા રાજકોટ જેન બેકિંગ વગેરે જૈન કેળવણીની સંસ્થાઓમાં સારો દ્રવ્ય વ્યય કર્યો છે. તે વિદ્યાવિલાસી હેઈ કેટલાએક વિદ્યાર્થીઓને દ્રવ્ય સહાયથી ઉંચી ડિગ્રીએ પહોંચાડ્યા છે તથા જૈન પુસ્તક પ્રકાશનના કાર્યમાં ઉમંગથી દ્રવ્ય ખર્યું છે. હજુ પણ આવાં આવાં શુભ કામે યથાશક્તિ કરવાની ઉત્કંઠા રાખે છે. પોતે સ્થિરતા અને પ્રેમથી સામાયિક, જિનપૂજ, પુસ્તક વાંચન વગેરે કરે છે અને સાધર્મિક ભાઈઓ ઉપર વાત્સલ્યભાવ અને પ્રીતિ ધરાવે છે. દીન દુઃખી માણસો ઉપર તેઓ વિશેષ દયાની લાગણું રાખે છે.
તેમને પરિવારમાં હાલ બે પત્ની સૌ. હરિબાઈ તથા ઝબકબાઈ અને બે પુત્ર ભાઈ ધરમચંદ તથા ન્યાલચંદ તથા ત્રણ પુત્રીઓ વિગેરે છે. આ બધે પરિવાર ધર્મશ્રદ્ધાળુ, જ્ઞાનાભ્યાસી અને વ્રત નિયમોમાં સારા આદરવાળો છે. એક બંધુ ઉજમશીભાઈ સં. ૧૯૭૮ ના માહ શુદિ ૪ થે સ્વર્ગવાસી થયેલ છે અને બીજા બંધુ વાડીલાલભાઈ તેમને સેપેલી તેમના ભાગમાં આવેલી દુકાનોની વ્યવસ્થા કરે છે.
આ ઉપયોગી બુક છપાવવામાં એ ગૃહસ્થ રકમની પૂરતી ઉદાર મદદ કરી છે. તે ઉપરાંત એમણે આપેલી રૂ. ૨૫૦૦૦ની મેટી રકમની સહાયથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાનું મકાન બંધાય છે, તે આ વર્ષમાં જ તૈયાર થવાનું છે. તેઓ ઉદારતા માટે પ્રસિદ્ધિ પામેલા છે. અમે તેમનું દીર્ધાયુષ્ય ઈચ્છી આ ટુંક વૃત્તાંત સમાપ્ત કરીએ છીએ. એ ઉદાર ગૃહસ્થનો ફોટો પણ આ સાથે આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org