________________
કાંઈ જ માહિતી આપતી નથી. તેમ છતાં પણ તેના ચૌદ મુખ્ય શિલાલેખે પૈકીના છઠ્ઠા શિલાલેખમાંનો થોડેક ભાગ મહત્ત્વનો છે. સર્વત્ર અને સર્વ પ્રસંગે તે લેકેનાં કામ કરતો, એનું વર્ણન એમાં અશોકે કરેલું છે. તેના પહેલાં થઈ ગએલા કોઈ પણ રાજાએ જેવું કામ કર્યું ન હતું તેવું કામ સર્વત્ર અને સર્વ પ્રસંગે કરવાને પ્રબંધ તેણે પોતે કરેલે, એમ એ શિલાલેખમાં અશોકે જણાવ્યું છે. જે સ્થળે અશોક પોતે પ્રથમ પોતાનો વખત નાહક ગાળતો અને પછીથી જે સ્થળે તે પોતે લેકનાં કામ કરતો તે સ્થળોનાં નામ સ્વાભાવિક રીતે તેણે એમાં મણાવ્યાં છે. તે કહે છે કે, “આથી મેં આમ કર્યું છે હું ભજન કરતો હોઉં કે ઝનાનામાં હોઉં, શયનગૃહમાં હોઉં કે દરબારી ડારમાં હોઉં, ઘોડે બેઠે હોઉં કે ઉદ્યાનમાં હોઉં ત્યારે પણ સમાચાર આપનારા લેકાએ કેનાં કામથી મને વાકેફ કરવો.” આથી એમ સ્પષ્ટ થાય છે કે, અશોક કામથી પરવારી રહેતો અને નિદ્રાધીને પણ ન થતો ત્યારે તે પિતાના પાટનગરમાં કાં તો ભેજનગૃહમાં ભોજન ઉડાવતા અથવા તે ઝમાનામાંની સ્ત્રીઓની સાથે મોજ કરતે અથવા તો આરામગૃહમાં ગેષ્ટિવિનોદ કરતે અથવા તો દરબારી ઘોડાઓની સંભાળ લેતે અથવા તો ઘોડે બેસીને સહેલ કરતો અથવા તે બગીચામાં બેસીને મજ માણતો. આ સર્વ બાબતમાં તેનો શોખ કેવા પ્રકારને હતો, એની કશી માહિતી આપણને મળતી નથી. પણ તેને કેવા પ્રકારનું ભજન ભાવતું, એ તો આપણે જાણી શકીએ છીએ. જીવંત પ્રાણુઓને વધ થતો અટકાવવાની બાબતમાં તે પિતે સખ્ત પગલાં ભરી રહ્યો હતા. તેમ છતાં પણ પિતાના દરબારી રસોડાની બાબતમાં તેણે
લાક અપવાદ કર્યા હતા. પિતાના ચૌદ મુખ્ય શિલાલેખે પૈકીના પહેલા શિલાલેખમાં તે કહે છે કે, “પરંતુ હવે આ ધર્મલિપિ લખાઈ ત્યારે સૂપાથે માત્ર ત્રણ પ્રાણીઓ હણાતાં હતાં–બે મેર
અને એક હરણ; પરંતુ એ હરણ પણ નિયમિત રીતે હણાતું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com