________________
મિત્રોની તથા સંબંધીઓની અને સગાંની પ્રત્યે તેમ જ બ્રાહ્મણોની અને શ્રમણોની પ્રત્યે ઉદારતા : એ “રાન’ છે. માતાપિતાની તથા મોટેરાંની સેવા, અને સગાની કે બ્રાહ્મણોનો તથા શ્રમણોની સાથે તેમ જ દાસની અને નોકરીની સાથે યોગ્ય વર્તણુક એ “માર છે.
પિતાના સંદેશાના આ ભાગને માટે અશકને એટલો બધે શોખ છે કે, પોતાના લેખમાં ફરીફરીને તેનો ઉલ્લેખ કરવામાં તે આનંદ માણે છે. પિતાનાં ચૌદમા મુખ્ય શિલાલેખમાં તે ખરા દિલથી કબૂલ કરે છે કે, કેટલાક શબ્દોમાં અર્થની મીઠાશ રહેલી હોવાથી તે શબ્દોને ફરીફરીને ઉલ્લેખવામાં આવેલા છે. ધર્મ” શબ્દ અને તેનો અર્થ તેને એટલા બધા મધુર લાગે છે કે, જે ફરજોના સંગ્રહને તે પોતે ધર્મ” તરીકે ગણે છે તે ફરજે ફરીફરીને તે પોતે ગણાવે છે એટલું જ નહિ, પણ જીવનના સામાન્ય આચારની સાથે ધર્મની સરખામણી કરીને અને “ એ ધર્મ સદરહુ આચારથી ચઢિયાતો છે એમ સાબીત કરી આપીને તે પોતાના ધર્મનાં વખાણ કરે છે. પોતાના નવમા મુખ્ય શિલાલેખમાં તેણે ધર્મમંગળને ઉલ્લેખ કર્યો છે, અને આજની માફક તેના પિતાના સમયમાં પણ સારાં ફળ અપાવનાર અને નરસાં ફળને દૂર રાખનારાં જે અસંખ્ય મંગળો હિંદુસમાજમાં હયાતી ધરાવતાં હતાં તે મંગળોની સાથે પિતાના ધર્મમંગળને વિરોધ તેણે બતાવ્યો છે. તે કહે છે કે, “માંદગીમાં, લગ્નપ્રસંગે, પુત્રલાભના પ્રસંગે, અને મુસાફરીમાં લોકે અનેક (શુભ) મંગળો કરે છે... પરંતુ આ બાબતમાં સ્ત્રી જાતિ ઘણું અને ઘણું જાતનાં, (પરંતુ) શુદ્ર અને અર્થહીન મંગળ કરે છે. અલબત્ત, મંગળ તે કરવાં જોઈએ. પણ આવી જાતનું મંગળ થોડું જ ફળ આપે છે. પરંતુ જે ધર્મમંગળ છે તે બહુ ફળ આપે છે.” આને અર્થ એ થયો કે, ધર્મપાલનરૂપી ધર્મમંગળ મહાફળદાયી નીવડે છે. ત્યારપછી, આપણે ઉપર ગણાવી ગયા તેવી ફરજે અશકે તેમાં ગણાવી છે. તે જ પ્રમાણે પિતાના અગિયારમા મુખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com