________________
૨૬૫
ટીકા
૧. ધર્મમહામાત્રની નીમણુક કર્યાને ઉલ્લેખ જે વાક્યમાં કર્યો છે તે વાક્યની અને આ શિલાલેખની શરૂઆતના ભાગની વચ્ચે કોઈ સંબંધ ન હોય તેમ તે બન્નેને જૂદાં પાડવાને શિરસ્તો પડી ગયો છે. પણ આમ કરવાને કાંઈ જ અર્થ નથી. જુદા જુદા ભાગને જોડનારે કેદ્રીભૂત વિચાર અશોકની દરેક ઘર્મલિપિમાં જોવામાં આવે છે. આથી કરીને આગળના ભાગની અને પાછળના ભાગની વચ્ચેનો સંબંધ સચવાય તેવી રીતે અશોકની ધર્મલિપિનું ભાષાંતર કરવાનું છે. એ રીતે જોતાં “ઢા' અથવા
યાન” શબ્દનો અર્થ “સુત” કે “સારું કામ” નથી થતું, પણ અહિક તેમ જ પારલૌકિક “સુખ” અથવા “ભલું થાય છે. અશોક કહે છે કે, આવા પ્રકારનું ઘણું સુખ તેણે સાધ્યું છે અને પિતાના પુત્રને તથા પૌત્રને અને વંશજોને તેને પોતાને અનુસરીને ચાલવાને ઉપદેશ તેણે કર્યો છે. આ ફરજ અંશતઃ અદા કરવી ન જોઈએ, પણ તે પૂર્ણશે અદા કરવી જોઈએ: એવો આગ્રહ તેણે કરેલે છે; કારણ કે, પાપ- એટલે કે, ઐહિક અથવા પારલૌકિક દુષ્કૃત- મનુષ્યના ભાગે સ્વાભાવિક રીતે આવે છે. આવું હેવાથી મનુષ્ય– અને તેમાં પણ તે રાજા હોય તે તે ખાસ કરીને તેમાંથી મુક્ત રહી શકતો નથી અને તેથી રાજાએ તે અંશને પણ ત્યાગ કર્યા વગર પિતાની પ્રજાની પ્રત્યેની પોતાની ફરજ પૂર્ણશે અદા કરવી જોઈએ. મનશહરની અને કાલશીની તથા ધવલીની નકલમાં “પપે હિ નામ સુપલ”િ વંચાય છે તેને અર્થ “પાપને સારી પેઠે દૂર કરવું જોઈએ છે? થાય છે, એમ શ્રીયુત દે. રા. ભાંડારકર માને છે. અશોક પછીથી કહે છે કે, પોતાની પ્રજાનું ઉત્પા' (અહિક તેમ જ પારલૌકિક સુખ ) સાધવાને લગતી પિતાની યોજનાની પૂરવણી તરીકે તેણે પોતે ધર્મમહામાની યોજના કરી હતી. આપણે હમણાં જ કહેશું તેમ આ બને રીતે લોકોનું કલ્યાણ સાધવાનું કામ એ ધર્મમહામાને સોંપવામાં આવ્યું હતું. ત્યા’ની અને “પાપ'ની વચ્ચેનો ભેદ પિતાના ત્રીજા મુખ્ય સ્તંભલેખમાં અશેકે દર્શાવેલ છે.
૨. ધર્મમાં માત્ર એટલે “ધર્મને અવેક્ષક: એમ ખુલર સાહેબ કહે છે (એ. ઇ., ૨, પૃ. ૧૬૭). સ્મિથ સાહેબે તેને “ધમ તપાસણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com