________________
૨૮૪
૫. આ પ્રાંતની ઓળખાણ કરવાને માટે જુઓ પૃ. ૪૧-૪૩.
૬. આ નામને માટે અને આની પછીનાં નામોને માટે જુઓ પૃ. ૨૬ અને આગળ. ‘નવપુ' શબ્દના નાદા અર્થને માટે જુઓ છે. એ, ૧૯૧૮, પૃ. ૨૯૭.
૭. સરસ કાફાચર (બાણથી શક્યો. પથવિ=ારાષ. તેને પણ એ જ અર્થ છે. ઘણું કરીને અશક એમ કહેવા માગે છે કે, હુલ્લડ થાય અને શસ્ત્રબળથી તેને શાંત પાડવાની તેને જરૂર પડે તો તેવા પ્રસંગે અહિક વિજયમાં નહિ જેવું જ લોહીલોહાણું થવા પામે તેટલા માટે તેના પોતાના વંશજોએ બને તેટલી સહનશીલતા દાખવવી તેમ જ બને તેટલે હલકે દંડ કરવો.
[૧૪].
ભાષાંતર દેવેને લાડકા પ્રિયદર્શી રાજાએ આ ધર્મલિપિઓ સંક્ષેપમાં કે મધ્યમસર કે વિસ્તારથી કતરાવી છે. દરેક સ્થળે બધું જ એકત્રિત કરવામાં આવેલું નથી. રાજ્ય ખરેખર વિસ્તૃત છે; અને મેં ઘણું લખ્યું છે તેમ જ હું ઘણું લખાવીશ પણ ખરો. વળી, માધુર્યને લઈને કેટલીક બાબતે ફરીફરીને જણાવવામાં આવેલી છે. શા માટે? લકે તેને અનુવર્તે તેટલા માટે. પરંતુ (અપરિચિત) દેશને વિચાર કરીને, અથવા તે ટૂંકાણ કરવાના ( ગ્ય) કારણે, અથવા તો લિપિડારના દોષને લઈને અહીં કેટલુંક અધૂરું લખાયું હશે ખરૂં. ૧
ટીકા ૧. છેલ્લા વાક્યને અર્થ નદીજુદી રીતે કરવામાં આવેલ છે. ખુલર સાહેબે તેને અર્થ આમ કર્યો છે. પરંતુ અહીં કેટલુંક અધૂરું લખાયું હશે ખરું –પછી તે જગ્યાના કારણે હો, કે ખાસ નક્કી કરવાના કોઈ કારણને લઈને હો, કે લિપિકારની ભૂલને લઈને હો. ” સ્મિથ સાહેબે તેને
અર્થ આમ કર્યો છે –“ કેઈ ફકરે નષ્ટ થવાના કારણે કે ગેરસમજના કારણે - કે લિપિકારના અપરાધથી કાંઇ અધૂરું લખાયું હશે ખરું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com