________________
[૪]
ભાષાંતર દેને લાકે પ્રિયદર્શી રાજા આમ કહે છે મારા રાજ્યાભિષેકને છવીસ વર્ષ થયાં ત્યારે આ ધર્મલિપિ મેં લખાવી હતી. સેંકડો અને હજારે છવાળા જનેના ઉપર મેં રજજુકે નીમ્યા ૧છે. ન્યાયની અને દંડની બાબતમાં મેં તેમને સ્વતંત્ર બનાવ્યા છે. ? કેમ ? રજજુકો વિશ્વાસપૂર્વક અને બીક વગર પોતાની ફરજો બજાવે, પ્રાંતિના લોકોનું હિતસુખ સાધે અને તેમનો) અનુગ્રહ કરે તેટલા માટે. જે સુખ કે દુઃખ આવે છે તેને તેઓ ઓળખશે, અને ધર્મયુક્તની સાથેસાથે પ્રાંતના લોકોને તેઓ ઉપદેશ આપશે. કેમ? આ લેકમાં તથા પરલેકમાં તેઓ સુખ મેળવે તેટલા માટે. રજજુકે મારૂં કહ્યું કરવાને આતુર છે. વળી, રજજુકે મારું કહ્યું કરવાને આતુર હોય છે તેથી (તાબાના) અમલદારો પણ મારી ઇચ્છાને અને મારા હુકમોને માન આપશે અને કેટલાક (લાકે)ને ઉપદેશ પણ કરશે. ખરેખર, “હુશિયાર આયા મારા સંતાનને ઊછેરવા ઇચ્છે છે,” (એમ પિતાના મનથી વિચારીને મનુષ્ય) પોતાના સંતાનને હશિયાર આયાને સંપીને જેવી રીતે વિશ્વાસ રાખે છે તેવી જ રીતે બીક વગર, વિશ્વાસપૂર્વક અને ગૂંચવણ વિના રજજુકે પિતાની ફરજો બજાવી શકે તેટલા માટે પ્રાંતના લેકના હિતસુખને માટે મેં તેમને નીમ્યા છે. આ કારણે ન્યાયની અને દંડની બાબતમાં મેં રજુકેને સ્વતંત્ર બનાવ્યા છે; કારણ કે, આ તો ઈષ્ટ છે. શું ? ન્યાયની સમતા અને દંડની સમતા. વળી, મારે હુકમ તે એટલે સુધી પણ છે કે, જે લેકે બંધનમાં બંધાએલા હોય, જેમને દંડ થયા હોય અને જેમને વધ થવાને હોય તે લેકેને હક્કથી અને માત્ર પિતાના જ તરીકે ત્રણ દિવસ મેં આપ્યા છે. (એ મુદતમાં) કાં તે (તેમનાં) સગાંસંબંધીઓ તેમને જીવાડવાને સારૂ કેટલાક (ર )ને દંડ ઓછો કરવાનું કહેશે, અથવા તે અંતને- એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com