________________
૬. ' શબ્દને સંબંધ સંસ્કૃત ભાષાના “જત' શબ્દની સાથે કન સાહેબે જોડ છે, અને યુરેપીય વિદ્વાનોએ તેનો અર્થ “મહેતલ કર્યો છે. પરંતુ પૌત' શબ્દનો અર્થ “મહેતલ નથી થતું. “હકથી માણસનું કેવળ પોતાનું કાંઈક': એ તેને અર્થ થાય છે. આ અર્થ અહીં બંધબેસતા નથી, એમ તે ન કહી શકાય. અશેક એમ કહેવા માગે છે કે, જે ગુનેગારોને મોતની સજા થઈ હોય તેઓ હક્કથી મહેરબાનીના ત્રણ દિવસ માગી શકે.
૭. આ સ્તંભલેખમાંનું આ વાકય સૌથી વધારે મુશ્કેલ છે. સેનાત સાહેબે તેનો અર્થ આમ કર્યો છે –“મારા અમલદારે તેમને ચેતવશે (નિપરિસિ) કે, તેમણે વધારે કે ઓછું નથી (નાતિવનિ)
જીવવાનું (કવિતા ). તેમના પોતાના જીવનની મર્યાદા ()ની બાબતમાં આવી રીતે ચેતવવામાં આવેલા નિષvયતા) તેઓ પિતાના ભાવિ જીવન(Tઢવામા)ને વિચાર કરીને દાન (વા) કરે (ાતિ) અથવા ઉપવાસ કરે (૩ઘવા વા ગિછતિ).”
ખૂહલર સાહેબે તેને અર્થ આમ કર્યો છે “તેમનાં સગાંસંબંધીઓ (જાતિ) તેમનામાંના કેટલાક(વાન)ને ઊંડે વિચાર કરવાની ફરજ પાડશે (નિષપરિહતિ), અને એ લોકેની જીંદગી બચાવવાના હેતુથી (કવિતા તાન) અથવા તો જે (ગુનેગાર)ને વધ થવાનું છે તેને (નાત) છડે વિચાર કરવાની ફરજ પાડવાના હેતુથી પિયિતા) તેઓ પરલોકના વિચારથી દાન કરો અથવા ઉપવાસ કરશે.” બ્યુલર સાહેબે પોતાના એ અર્થની સમજુતી આમ આપી છે-ત્રણ દિવસની મહેતલના દરમ્યાનમાં પરલકના વિચારમાં પોતાનું મન પરોવવાને લગતે ઉપદેશ ગુનેગારને તેનાં સગાંસંબંધીઓ કરશે, અને ગુનેગારની જીદગી બચે એવી આશાથી અથવા તે નિદાન જેને વધ થવાને હેય તેનું હૈયું પીગળે અને સ્વર્ગની દિશામાં વળે એવી આશાથી તેઓ ધમદાન (લજીને લાંચ નહિ) આપશે અથવા ઉપવાસ કરશે.”
થોડાં વર્ષના પહેલાં શ્રીયુત દે. રા. ભાંડારકરે “એમ. એ.ના વર્ગના વિદ્યાથીઓને આ વાકયને અર્થ આમ સમજાવ્યો હતે –“તેમનાં
સગાંસંબંધીઓ તેમનામાંના કેટલાકને પોતાની જીંદગી બચાવવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com