Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 329
________________ ૩૭૭ મારાં સંતાનોની બાબતમાં હું ઈચ્છું છું કે આ લેકના તેમ જ પરલેકના સંબંધનાં સર્વ હિતસુખ તેઓ મેળવે તેવી જ રીતે સર્વ મનુષ્યોની બાબતમાં હું એવું જ ઈચ્છું છું. “નહિ છતાએલા પાડેાસીઓની બાબતમાં રાજા આપણી પાસેથી શેની આશા રાખે છે,” એ જાણવાના હેતુથી પાડેસિીઓની બાબતમાં મારી શી ઇચ્છા છે, એમ તમે પૂછતા હે તો તેને જવાબ આ છે -મારા પ્રત્યે તેમણે અનુદિગ્ન રહેવું જોઈએ, એવું દેવોને લાડકે ઈચ્છે છે: એમ તેમણે સમજવું જોઈએ, તેમણે મારામાં વિશ્વાસ રાખવો જોઈએ, (અને) તેઓ મારા તરફથી દુ:ખ નહિ મેળવે પણ સુખ મેળવશે. વળી, તેમણે એમ પણ સમજવું જોઈએ (કે.) “સાંખી શકાય ત્યાં સુધી રાજ આપણને સાંખી લેશે.” પણ તેઓ આ લેકને અને પરલોકને મેળવે તેટલા માટે મારા નિમિત્તે તેમણે ધર્મ આચરો જોઈએ, આ હેતુથી હું તમને આજ્ઞા આપું છું. તમને આજ્ઞા આપીને અને મારી ઇચ્છા જણાવીને મારે અડગ નિશ્ચય અને (મારી અડગ) પ્રતિજ્ઞા જણાવીને-હું (તેમના) ત્રણમાંથી મુક્ત થાઉં! તેથી આમ કરીને તમારે તમારી ફરજ બજાવવી જોઈએ અને તેમને આશ્વાસન આપવું જોઈએ કે જેથી કરીને તેઓ આમ સમજે-જે આપણે પિતા તે જ આપણો રાજા છે; તે જેમ પિતાને અનુકંપે છે તેમ આપણને અનુકંપે છે; રાજાનાં જેવાં સંતાનો તેવાં આપણે છીએ.” તમને આજ્ઞા આપીને અને મારી ઇચ્છા–મારે અડગ નિશ્ચય તથા (મારી અડગ) પ્રતિજ્ઞા–જણાવીને મારા સ્થાનિક મંત્રીએરૂપ ૧ તમારી સાથે હું આ કામે રહીશ. તેમને આશ્વાસન આપવાને અને તેમના આ લોકના તથા પરલોકના હિતસુખની ખાત્રી તેમને આપવાને ) તમે પ્રબળ છો. આમ કરવાથી તમે સ્વર્ગને મેળવશે અને મારા ઋણમાંથી મુક્ત પણ થશો. વળી, આ અથે આ લિપિ અહીં લખી છે (કે) એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350