________________
૨૮૧
એમ કહેવા માગે છે કે, દા જાદા પાડેના અનુયાયીઓ એકબીજાના પરિચયમાં આવે તે પારકાને ધર્મમાંની ઘણું સારી બાબતે તેઓ શીખે.
૪. આ અમલદારની ફરજોની સમજને માટે જુઓ પૃ. ૫૫ અને
આગળ.
[ ૧૩ ]
ભાષાંતર દેવોને લાડકા પ્રિયદર્શી રાજાના રાજ્યાભિષેકને આઠ વર્ષ થયાં ત્યારે કલિંગ (દેશ) છતાયો હતો. ત્યાંથી દોઢ લાખ માણસે પકડાયાં હતાં અને એક લાખ માણસ હણ્યાં હતાં, અને તેનાથી અનેક ગણું માણસ મરી ગયાં હતાં. ત્યારપછી હવે એ મેળવેલા કલિંગ (દેશ)માં દેવને લાડકાનાં તીવ્ર ધર્મપાલન, ધર્મેચ્છા અને ધર્મોપદેશ થઇ પડયાં છે. કલિંગને જીતી લેવાથી દેવોને લાડકાને એવી જાતની દિલગીરી થઈ છે. ખરેખર, ન છતાએ (દેશ) છતાય છે ત્યારે જે વધ, મરણ અને અપવાહ (કેદી કરવાનું કામ) થાય છે તેને દેવોને લાડકાએ અતિશય દુઃખદાયક અને શોકારક ગણ્યાં છે. પણ તેના કરતાં વધારે શોકકારક તે આ ગણવાનું છે –તેમાં બ્રાહ્મણો તથા શ્રમ અને અન્ય પાષડ તથા ગૃહસ્થ વસે છે તેમનામાં મોટેરાંનું કહ્યું સાંભળવું તે, માબાપનું કહ્યું સાંભળવું તે, ગુરુનું કહ્યું સાંભળવું તે, મિત્રોની તથા ઓળખીતાની અને ગઠિયાની તથા સગાંસંબંધીની તેમ જ દાસેની અને નોકરીની સાથે યોગ્ય વર્તન સ્થપાએલાં છે. આવા ( ધર્મિષ્ઠ) લોકેાને ત્યાં (લડાઈમાં) અંગત મારફાડ, વધ અથવા વહાલાં (માણસે )ને ત્યાગ થવા પામે છે. વળી, તેઓ જીવનમાં ઠરી ઠામ થયા હોય છે જે અને અખૂટ પ્રેમ ધરાવતા હોય છે તે તેમના મિત્રોને, ઓળખીતાઓને, ગાઠિયાઓને અને તેમનાં) સગાંસંબંધીને (તેથી કરીને ) દુઃખ પ્રાપ્ત થાય છે, (અને) ત્યાં એ (દુ:ખ )
તેમને અંગત મારફાડ કરનારું નીવડે છે. બધા લેઝેના ભાગે આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com