________________
૨૭૩
પીગળાવવું” થાય છે. અશોકના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં અને સાતમા મુખ્ય સ્તંભલેખમાં ઉપરને અર્થ વધારે બંધબેસે છે. આથી કરીને અહીં "નિતિને અર્થ “રદબાતલ કરવું તે કરી શકાય છે. આ ફકરાના પૂર્ણાથને માટે જુઓ પૃ. ૫૭ અને આગળ.
૪. બુહલર સાહેબે “મહાભારત”ના “ શાંતિપર્વ એમાંથી રા ' ને લગતા પ્લેકે (અધ્યાય ૫૮,લક ૧૩-૧૬) ઊતાર્યા છે તે દેખીતી રીતે બહસ્પતિકૃત “ અર્થશાસ્ત્ર”માંથી આપવામાં આવેલા છે. તેમાં સર્વ રાજાઓને પરિશ્રમ” કરવાનું કહેવામાં આવેલું છે. કૌટિલ્યકૃત
અર્થશાસ્ત્ર”માં પણ એમ જ કહેલું છે.(પૃ. ૩૯).
[ 9 ]
ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજા ઈચ્છે છે કે, સર્વ પાષડે સર્વત્ર વસે; કારણ કે, તેઓ બધા જ સંયમ અને ભાવશુદ્ધિ ઇચ્છે છે. પરંતુ લોકે વિવિધ છંદના અને રાગના હોય છે. તેઓ (પિતાની ફરજ ) પૂર્ણશે અગર અલ્પાંશે અદા કરશે. પણ જે મનુષ્યને આત્મસંયમ, ભાવશુદ્ધિ, (કૃતજ્ઞતા અને ભક્તિ) નથી તે પુષ્કળ દાન કરતા હોય તે પણ ખરેખર નીચ મનુષ્ય છે.
ટીકા
૧. આ શિલાલેખનું છેવટનું વાક્ય સમજતાં જરા મુશ્કેલી નડે છે. નવા અથવા “નિ શબ્દને અર્થ અને તેની શક્તિ બરાબર સમજાય તે જ એ વાક્ય બરાબર સમજી શકાય તેમ છે. બુલર સાહેબે તેને અર્થ આમ કર્યો છે –“પણ જે નીચ મનુષ્યને માટે પુષ્કળ દાન પણ અશક્ય છે તેની બાબતમાં આત્મસંયમ, ભાવશુદ્ધિ, કૃતજ્ઞતા અને દઢભક્તિ પ્રશંસનીય છે. પરંતુ આ અર્થ ટકી રહી શકતો નથી. તેનું પહેલું કારણ તો એ કે, “નિરા' શબ્દને અથ નીચ નથી થતું પણ “નીચ મનુષ્ય”
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com