________________
૨૪૦
ગામડું આવેલું છે.૧ સ્વર્ગસ્થ સ્મિથ સાહેબ એમ માનતા હતા કે, પાટનગરની સામેના ગંગા નદીના ઉત્તર-કિનારાથી માંડીને નેપાળની ખીણ સુધી જતો રાજમાર્ગ ચંપારણ્યના ઉક્ત થાંભલાઓ દર્શાવી આપે છે.
(ખ) છ ગૌણ સ્તંભલેખે. અલ્લાહાબાદના થાંભલાની ઉપર અશોકના બે ગૌણુ સ્તંભલેઓ કોતરવામાં આવેલા છે. તે પૈકીને એક સ્તંભલેખ રાણુશાસન' કહેવાય છે, અને તે પૈકીના બીજા લેખમાં સંધમાં ફટકૂટ પાડનારને થતી સજાને ઉલ્લેખ કરેલ છે. “રાણુશાસન'ની બીજી એક પણ નકલ મળી આવેલી નથી. પરંતુ સંધમાં ફાટફૂટ પાડનારને થતી સજાને લગતા અશોકને બીજે ગૌણુ સ્તંભલેખ અલ્લાહાબાદના થાંભલાની ઉપર અને મધ્ય-હિંદુસ્તાનમાંના ભોપાળ રાજ્યમાં આવેલા સાંચીના મહાતૂપની દક્ષિણદિશાએ આવેલા દરવાજાની બાજુમાં પડેલા તૂટેલા થાંભલાની ઉપર તેમ જ સારનાથના થાંભલાની ઉપર કોતરવામાં આવેલું છે. કાશીની ઉત્તરદિશાએ આશરે પોણા બે ગાઉના અંતરે આવેલા સારનાથમાંથી અશોકના સ્તંભલખવાળો થાંભલે ઓટેલ સાહેબને ઇ. સ. ૧૯૦૫માં જડી આવ્યો હતો. સારનાથના થાંભલાની ઉપર અશોકને ગૌણ સ્તંભલેખ લગભગ પૂરેપૂરો જળવાઈ રહે છે.
અશોકના ગૌણ થાંભલાઓ પૈકીને સૌથી વધારે મહત્ત્વનો થાંભલો લુબિન-ઉદ્યાનને (મ્મિદઈનો) થાંભલે છે. બસ્તિના બ્રિટિશ જિલ્લાની ઉત્તરદિશાએ આવેલા ભગવાનપુર” નામક નેપાળી તહસીલમાંના ભગવાનપુર ગામની ઉત્તરદિશાએ એક ગાઉના છે.
૧. આ. સ. ઈ. ઍ. પી., ૧૯૦૭-૧૯૦૮, પૃ. ૧૮૧ અને આગળ. ૨. “અશોક', પૃ. ૧૨૦. ૩. “એ ગાઈડ ટુ સાંચી” (સાંચીની માર્ગદર્શિકા), ૫. ૯૦ અને આગળ.
૪. આ. સ. ઈ. સ. રી, ૧૦૪-૧૯૦૫, પૃ. ૬૮ અને આગળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com