________________
ર૫૭ એ સારું છે. થેરે ખર્ચ કરે અને છેડે સંચય કરવો, એ સારું છે.” શબ્દને અનુસરીને તેમ જ અર્થને અનુસરીને (આ ખર્ચની અને સંચયની) ગણત્રી રાખવાના સંબંધમાં (મંત્રીઓની ) પરિષદ યુકતોને આજ્ઞા આપશે.
ટીકા ૧. સેના સાહેબે “રાજા” અને “કવિતા” શબ્દથી “ચુત શબ્દને પાડયો છે, અને તેને અર્થ “નિમકહરામ કર્યો છે. પરંતુ મ્યુલર સાહેબે એ શબ્દને કૂવા” શબ્દના વિશેષણ તરીકે ગ છે, અને તેમણે તેને અર્થ “વફાદાર’ કરી છે. સેના સાહેબે પ્રથમ બતાવ્યું હતું તેમ (ઇ. અ, ૧૮૯૧, પૃ. ૨૪૬, ટીકા ૫૦ ), ગિરનારની નકલમાં ત્રણ વખતે “” શબ્દ વપરાય છે તેથી મ્યુલર સાહેબે કરેલે ગુત્તર શબ્દનો અર્થ ટકી શકતો નથી. એ શબ્દને નામ તરીકે જ ગણવો જોઈએ અને રાત ની અને પ્રાદેશિની માફક યુક્તિ પણ અમલદારે હતા, એમ માનવું જોઈએ. “યુત્ત(યુક્ત)ને ખરા અર્થને માટે જુઓ પૃ. ૫૧-પર. વળી, જુઓ “જાતક, પુ. ૧, પૃ. ૧૧૭.”
૨. રાકના અર્થને માટે જુઓ પૃ. ૫૩-૫૪. પરંતુ શ્રીયુત કે. પી. જ્યસ્વાલ જાનૂશબ્દને કાનન' શબ્દમાંથી વ્યુત્પન્ન થએલે માને છે; અને “રાજાઓ અથવા રાજમંત્રીએ, આખા સામ્રાજ્યના ઉપર ખરેખરી કોબારી સત્તા ભોગવતી રિક્ષા ની સમિતિ” એ અર્થમાં તે ઉલ્લેખાય છે, એમ તેમનું માનવું છે (જ. બિ.એ. વી. સે, ૧૯૧૮, પૃ.૪૨).
૩. કર્ન સાહેબે “ પ્રાદેશિક ને સ્થાનિક હાકેમ ગ છે, અને સેના સાહેબ તેને મળતા થયા લાગે છે. મ્યુલર સાહેબે “પ્રાદેશિને અર્થ
ખંડિયા રાજા” ર્યો છે, અને હાલના વખતના ઠાકરિ તેમ જ રાવ અને રાવળ વગેરેના પૂર્વ તરીકે તેમને તેમણે ગણ્યા છે. યુકતની અને રજુકાની સાથેસાથે જ પ્રાદેશિકને ગણાવવામાં આવેલા હોવાથી તેમને અશોકના ખંડિયા ન ગણતાં અમલદારે જ ગણવા જોઈએ. બીજા અમલદારની માફક તેમણે પણ ફેણુએ જવું પડતું, અને પોતાના દરરેજના કામના ઉપરાંત ધર્મોપદેશનું કામ પણ તેમણે કરવું પડતું : એ હકીકતની સાથે ઉપરની ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com