________________
હકીક્ત એમ બતાવી આપે છે કે, પર્વતની ઉપર અથવા થાંભલાની ઉપર પિતાના લેખો કોતરાવવાનો વિચાર એ જ અરસામાં તેને પ્રથમ સૂઝી આવ્યા હતા; કારણ કે, તેમ ન હેત તે ઉપર જણાવેલે હુકમ કરવાને કાંઈ અર્થ જ ન હતો. આથી કરીને એમ જણાય છે કે, સ્તંભલેખો કોતરાવવાનું કામ પૂરું થયું એટલે પછી તુરત જ પાંચ ગૌણ શિલાલેખો કોતરાવવાનું કામ અશકે હાથમાં લીધું, અને તે કામ પૂરું થતાં તેણે ચૌદ મુખ્ય શિલાલેખો કોતરાવ્યા. ચૌદ મુખ્ય શિલાલેખો કોતરાતા હતા તે વખતે પર્વતના ઉપર અને થાંભલાના ઉપર લેખો કોતરાવવાનો વિચાર એટલે બધે સામાન્ય બની ગયો હતો કે, એ બાબતનો ઉલ્લેખ કરવાની જરૂર અશોકને જણાઈ નહિ. તેણે માત્ર એટલું જ નોંધી રાખ્યું કે, એ (ચૌદ મુખ્ય ) શિલાલેખો ચિરસ્થાયી થાય તેટલા માટે કોતરાવવામાં આવેલા છે. - ધર્મોપદેશ કરવાને લગતું અતિશય પરાક્રમ નિદાન ચૌદ વર્ષ સુધી અશોક કર્યું ત્યારે ધર્મને લગતા પિતાના વિવિધ વિચારોને અને એ ધર્મને પ્રચાર કરવાના હેતુથી લેવામાં આવેલા વિવિધ ઉપાયને અમર્યાં પથ્થરોના ઉપર કોતરી રાખવાનો વિચાર અશોકને પ્રથમ સૂઝી આવ્યો. એ વિચાર શાથી તેને થઈ આવે, એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. દેખીતી રીતે તેને હેતુ એ હતો કે, ધર્મોપદેશક તરીકેની પિતાની કારકીર્દિની પ્રવૃત્તિઓને સ્પષ્ટ અહેવાલ પથ્થરના ઉપર કાતરાવી રાખ્યો હોય તે તે જળવાઈ રહે, અને તેના પિતાના વંશજો તે જોઇને વાંચે તથા વિચારે, અને તેણે પિતે અતિશય હેસથી શરૂ કરેલા ધર્મવિજયને સમસ્ત દુનિયામાં આગળ ધપાવવાની બાબતમાં એથી તેમને ચેતન મળે. તેના ચાર મુખ્ય શલાલેખોમાંના કે સાત મુખ્ય સ્તંભલેખોમાંના જૂદા જૂદા લેખ કાંઈ અનુક્રમે ગોઠવવામાં આવેલા નથી. ધર્મોપદેશક તરીકેના પિતાના જીવનને સ્થાયી રૂપ આપવાને તે એટલે બધે
૧ જુઓ પૃ. ૧૩૬-૧૩૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com