________________
૧૫૨
પ્રચારના સંબંધમાં પિતાના વિશિષ્ટ ઉપાય યોજ્યા હતા. પરંતુ (આપણે પ્રથમ કહી ગયા છીએ તેમ) તેમની હકીક્તને ઉપગ બહુ જ સાવચેતીથી આપણે કરવાનો છે. ઘણું કરીને બૌદ્ધભિક્ષુઓએ પિતાના બે સંધોને ધર્મોપદેશના કામે મોકલ્યા હતા. તેમને એક સંધ હિમાલયના પ્રદેશમાં ગયો હતો, અને તેમને બીજો સંધ હિંદુસ્તાનના પશ્ચિમભાગમાં ગયો હતો. હિમાલયના પ્રદેશમાં ગએલા ભિક્ષુસંઘની આગેવાની મેજિમે લીધી ન હતી પણ ગતિપુત કસપગોતે લીધી હતી. હિમાલયના એ પ્રદેશમાં કશ્મીરને અને ગંધારનો સમાવેશ થતો હતો. એ રીતે જોતાં, એ પ્રાંતમાં એક જ મોકલાએ “મઝતિક જ આ “મઝિમ', એમ ઠરે છે. ઘણું કરીને એવું બનેલું કે, જે ભિક્ષુસંધની આગેવાની ગતિપુત કસપગોતે લીધેલી તે ભિક્ષુસંધમાં મઝિમ પણ હતા. ગતિપુત કસ૫ગોતે ધર્મોપદેશના કામે એ બે પ્રાંત (કશ્મીર અને ગંધાર) મનિઝમને સોંપ્યા હતા. તે જ પ્રમાણે, સિંહલદ્વીપને ઇતિહાસ સંગ્રહ આપણને મનાવે છે તેમ, રખિત અને ધંમરખિત તેમ જ મહાધંમરખિત અને મહારખિત કાંઈ ચાર વ્યક્તિઓ ન હતી. ઘણું કરીને એક જ વ્યક્તિનાં એ ચાર નામો હતાં. એ વ્યક્તિને હિંદુસ્તાનના પશ્ચિમભાગમાં મેલવામાં આવી હતી. વનવાસી; અપરાંત, મહાર; અને યેનલોકઃ એ ચાર પ્રાંતને સમાવેશ તેમાં થતો હતે. એ જ પ્રમાણે બીજા બે દૂતસંઘને ધર્મોપદેશના કામે મોકલવામાં આવેલા લાગે છે. તે પૈકીના એક દૂતસંઘને સુવર્ણભૂમિમાં મોકલવામાં આવ્યો હતો, અને બીજા સંધને લંકા(સિંહલદ્વીપ)માં મોકલવામાં આવ્યો હતો. ઘણું કરીને મોગલિપુત્ત તિરૂનું જ એ કામ હતું; પણ એ જ હેતુથી અશોકે લીધેલા ઉપાયોની સાથે તેમને કાંઈ લાગતુંવળગતું ન હતું. પોતાના ધર્મને આગળ ધપાવવાના કામે અશોકને પિતાના સમસ્ત રાજ્યતંત્રની તેમ જ પિતાનો સરકારી નાણાંની મદદ હતી, અને પિતાના બધા અમલદારના હાથે ધર્મોપદેશનું કામ પણ કરાવવાને લગતી નવીન પણ અસરકારક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com