________________
૧૫૪
એ બાબતને પૂરેપૂરો ખ્યાલ પણ આપી શકાય તેમ નથી. અશોકની ધર્મલિપિઓ આ વિષથની બાબતમાં શું જણાવે છે, એ તપાસવું; અને જ્યાં ખાસ જરૂર જણાય ત્યાં જ બહારનાં સાધનોની મદદથી આ વિષયને વધારે સ્પષ્ટ બનાવવો : એ જ આપણો હેતુ છે.
આપણું દેશના તે કાળના ધાર્મિક જીવનના સંબંધમાં જેટલી માહિતી મળી શકે તેમ હોય તેટલી માહિતી મેળવવાનો પ્રયત્ન પ્રથમ તો આપણે કરશું અશોક જે ધર્માચરણનો ઉપદેશ પિતાની પ્રજાને કરેલું છે તે ધર્માચરણમાં ““બ્રાહ્મણ અને શ્રમણ” પરત્વે માનપૂર્વક વર્તણુક” ને સમાવેશ તેણે કરેલ છે, એ આપણે જોઈ ગયા છીએ. “બ્રાહ્મણ અને શ્રમણો” એ વાક્યને અર્થ બરાબર સમજવામાં આવ્યું નથી. “બ્રાહ્મણો અને સાધુઓ” અથવા “બ્રાહ્મણો અને ભિક્ષુઓ: એવો તેને મેધમ અર્થ કરવામાં આવેલું છે. પાલિભાષાના સાહિત્યમાં –દાખલા તરીકે, માનિ વાળ પુરમાં –એ જ વાક્ય વપરાએલું છે; અને અધ્યાપક હાઈસ ડેવિઝ સાહેબે તેનો અર્થ આ કર્યો છે –“જીવનની સાધુતાથી બનેલા બ્રાહ્મણો”૧ પરંતુ એ કર્મધારય સમાસ નથી. એ તે ઠંદ્રસમાસ છે; અને તેથી તેને અર્થ આ કરવાનો છે –“બ્રાહ્મણ અને શ્રમણ.” પાલિભાષામાં લખાએલા બધા બૌદ્ધગ્રંથોમાં જ્યાં જ્યાં શ્રમણોની સાથે સાથે બ્રાહ્મણોને ગણાવવામાં આવેલા છે ત્યાંત્યાં તે બન્નેને ઊંચામાં ઊંચી કેટીના અને એકસરખા પ્રમાણમાં પવિત્ર અને માનનીય માનવામાં આવેલા છેએ રીતે જોતાં તેઓ બે પરસ્પર વિરોધી ભિક્ષુસંધે હતા. બ્રાહ્મણે ભિક્ષુઓ અને સાધુઓ હતા, અને તેમના ધર્મસિદ્ધાંતો વેદોને અનુસરતા હતા. શ્રમણ પણ ભિક્ષુઓ અને સાધુઓ હતા; પણ તેમના ધર્મસિદ્ધાતો બ્રાહ્મણગ્રંથોમાંના ધમસિદ્ધાંતોથી વિરુદ્ધ હતા. એ બન્ને સંઘના લેકેના ધર્મસિદ્ધાંત
૧. સે. મું. ઇ, ૧૧, ૧૫. ૨. ઈ. અને ૧૮૯૧, પૃ. ૨૬૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com