________________
૨૧૪
અશોકનું દૃષ્ટાપણું કેવું અને કેટલું હતું, એ આપણે જાણીએ છીએ. મનુષ્યોની તેમ જ પ્રાણુઓની પ્રત્યે ભ્રાતૃભાવ, એ એનું ધ્યેય હતું. આપણે બીજી રીતે કહીએ તો આખી સૃષ્ટિના શારીરિક સુખને વધારવાને તેમ જ તેની નીતિવિષયક ઉન્નતિ કરવાનો તેનો ઉમદા હેતુ હતો. તદ્દન નવીન અને અસાધારણ પદ્ધતિથી પોતાનાં સાધનોને પોતાના ધ્યેયને અનુકૂળ કરવામાં તેણે પોતાની સક્રિય કલ્પનાશક્તિનો ઉપયોગ કર્યો હતો. મૌર્યવંશની કીર્તિ ટોચે પહોંચી હતી તે વખતે પોતાની અસાધારણ કલ્પનાશક્તિ વાપરીને અશકે પિતાની બધી શક્તિ અને પિતાના રાજ્યનાં બધાં સાધને પિતાના એ ભવ્ય હેતુને બર આણવાના કામે વાપરવાની તકને લાભ લઈ લીધે. એથી જ વેલ્સ સાહેબે અશોકના સંબંધમાં કહ્યું છે કે, “નેકનામદારે અને ખુદાવિંદ તથા શ્રીમંત અને એવા એવા બીજા જે હજારે અને લાખો રાજાઓનાં નામ ઇતિહાસનાં પાનાંમાં ભરેલાં છે તે સૌમાં અશોક લગભગ એ જ તારાની માફક ઝળકી રહ્યો છે. વોલ્ગાથી માંડીને જાપાન સુધી તેના નામને હજી માન મળે છે. હિંદુસ્તાને તેના પંથને છેડી દીધો છે તે પણ તે તેમ જ ચીન અને તિબેટ તેની મોટાઈની પરંપરા જાળવી રહ્યા છે. જેમણે કન્સ્ટટાઈનનું કે શાલમેનનું નામ સાંભળ્યું હોય એવાં જીવંત માણસોની સંખ્યા તો થોડી જ હશે, પણું આજે અશોકને યાદ કરતાં જીવંત માણસની સંખ્યા તો ઘણી વધારે છે.”૧ અશોકની સરખામણી કઈ રાજાની સાથે કરવી હોય તે, માત્ર એક જ રાજાની સાથે તેને સરખાવો ન જોઈએ, પણ એ ને એ જ વખતે નિદાન ત્રણ રાજાઓની સાથે તેને સરખાવવું જોઈએ. કેપલરટન સાહેબ કહે છે તેમ, “બૌદ્ધપંચને
૧. “આઉટલાઈન ઓફ હિસ્ટરી” (ઇતિહાસની રૂપરેખા, પૃ. ૨૧૨.
૨. બુદ્ધીઝમ, પ્રિમિટિવ એડ પ્રેઝન્ટ” ( બૌદ્ધપંથઃ જનને અને ન ), પૃ. ૧૬૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com