________________
૨૧૮
મંદિરે ઠેકઠેકાણે ઊભાં થયાં છે કે, દુનિયાની અજાયબીઓ પૈકીની એક અજાયબી તરીકે તેમને યોગ્ય રીતે માનવામાં આવે છે.
મનુષ્યોની તેમ જ પ્રાણીઓની પ્રત્યે ભ્રાતૃભાવ રાખો : એ આદર્શ રજૂ કરીને અશકે મનુષ્યજાતિને પોતાનો હિસ્સો આપેલ છે, એમ આપણે જોઈ ગયા. વળી, તેના ધર્મોપદેશના કાર્યના પરિણામમાં આપણું દેશને જે બે મોટા લાભ થયા છે તે પણ આપણે જોઈ ગયા. હવે સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય છે કે, અશોકના પરાક્રમથી હિંદુસ્તાનને સીધી રીતે અસર થઇને હિંદુસ્તાનના લેકેની બુદ્ધિ જૂદા રૂપે ઘડાઈ હતી કે કેમ ? એ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન હવે આપણે કરશું. એ સમયના હિંદુસ્તાનની વિગતવાર સમાલોચના આપણે કરશું તો આપણને જણાશે કે, ઐહિક પ્રગતિની દિશામાં કામ કરી રહેલાં બળની અને આધ્યાત્મિક વિકાસ કરાવનારાં બળની વચ્ચે હિંદુ સંસ્કૃતિ પિતાની સંપૂર્ણશે સમતલ સ્થિતિ જાળવી રહી હતી, પણ પિતાના આદર્શને પાર પાડવાના હેતુથી અશોક જે અવિરત ઉત્સાહ દાખવી રહ્યો હતો અને અવિરત પરિશ્રમ કરી રહ્યો હતો તેને લઈને ઉક્ત સમતોલપણું ડગમગી ગયું હતું. તેના પરિણામમાં હિંદુ સંસ્કૃતિનું ઐહિક તત્ત્વ તેના આધ્યાત્મિક તત્ત્વને એટલું બધું વશ થઈ ગયું કે, તે સંસ્કૃતિ તુરત જ પ્રગતિ કરતી બંધ પડી ગઈ, અને તે નાબૂદ ન થઈ પણ અવનત તો થઈ જ.
ઉપલો અભિપ્રાય કદાચ વિચિત્ર લાગશે અને તેમાં અતિશયોક્તિ પણ કોઈને જણાશે. પરંતુ અશોકના સમય સુધીમાં વિકસિત થએલું સાહિત્ય શું બતાવી આપે છે ? અશોકના સમયમાં જાણીતા વેદના અને બોદ્ધગ્રંથોના અભ્યાસના પરિણામમાં આપણે શો નિર્ણય કરી શકીએ છીએ? સ્વર્ગસ્થ અધ્યાપક મેકસમ્યુલરના અને અધ્યાપક સ્કુફીલ્ડના જેવા વિદ્વાનોએ ખાસ કરીને વેદના
સમયના આવા ગ્રંથોને કાળજીપૂર્વક અને વિગતવાર અભ્યાસ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com