________________
૨૩૬
શિલાની ઉપર તે પૈકીની એક નકલ કાતરાએલી છે. ત્યાં આજે ચંદનપીર નામક મુસલમાન પીરની દરગાહ છે તેથી તે ટેકરીનું એ નામ પડેલું છે. ૧ મિથ સાહેબ કહે છે કે, અશોકના સમયમાં હિંદુ યાત્રાળુઓ એ સ્થાનની યાત્રાએ જતા હોવા જોઈએ, પણ આ તે માત્ર અનુમાન છે. મધ્યપ્રાંતના જબલપુર જિલ્લામાં કમુર પર્વતની હારની તલાટીની પાસે રૂપનાથની શિલા પડેલી છે તેના ઉપર ઉક્ત શિલાલેખની બીજી નકલ કેતરાએલી છે. અલબત્ત, આજે યાત્રાળુઓ એ સ્થળની યાત્રા કરવા જાય છે, અને તેઓ ત્યાંના રૂપનાથ (શિવ)ની પૂજા કરે છે તેમ જ રામના અને લક્ષ્મણના તથા સીતાના નામની ઉપરથી જે ત્રણ પવિત્ર કુંડનાં નામ પડેલાં છે તે ત્રણ પવિત્ર કુંડમાં નાહે છે. ઇ. સ. ૧૮૭ર-૧૮૭૩ માં કાલીંલ સાહેબે શોધી કાઢેલી ત્રીજી નકલ રાજપૂતાનામાંના જયપુર રાજ્યમાં આવેલા પ્રાચીન વૈરાટ (બેરાટ) નગરની પાસે હિંસગિર નામક ટેકરી છે તેની તલાટીની પાસે પડેલી મેટી એકાકી શિલાની ઉપર કોતરવામાં આવેલી છે. પિતાના વનવાસના છેવટના કાળમાં પાંડવો વૈરાટ નગરમાં વસી રહ્યા હતા, એમ કહેવાય છે. વૈરાટની શિલાની સપાટી ખડબચડી છે, અને હવાની અસર તેના ઉપર થઈ છે. દક્ષિણદિશાની નકલે પૈકીની ત્રણ નકલે ઇ. સ. ૧૮૯૨ માં બી. લુઈસ રાઈસ સાહેબને મળી આવી હતી. મહિષપુર (માઈસર)ના પ્રાચીન શહેરનાં (ઘણું કરીને અશોકના શિલાલેખમાં ઉલ્લેખેલા “અસિલીનાં) ખંડેરોની નજીકમાં પાસપાસે આવેલાં ત્રણ સ્થળેથી -સિદ્ધપુર(સિદ્ધાપુર)માંથી તેમ જ જટિંગ-રામેશ્વરમાંથી અને બ્રહ્મગિરિમાંથી -ઉક્ત ત્રણ નો મળી આવેલી છે. અશોકના ધર્મને સારાંશ આપનારે લેખ પૂરવણીરૂપે મહિષપુરની નકલ પૈકીની દરેક નકલમાં જેવામાં આવે છે. આ લેખે જડી આવ્યા ત્યારે જ એમ નક્કી થયું કે, અશોકનું સામ્રાજ્ય દક્ષિણદિશામાં નિદાન મહિષપુર સુધી તે
૧. એ. ક, ૯, ૧-૫ (પ્રસ્તાવના).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com