________________
૨૨૬
રાજા સિકંદર ખૂબ અકળાયો અને ગુસ્સે થયે; પણ તેણે પાળ ફરવું પડયું. મૈસીડેનિયાના લેકેના મનમાં મગધના લશ્કરે આવી બીક પેસાડી દીધી હતી. પરંતુ એમ લાગે છે કે, અશોકે ધર્મપ્રચારને લગતી જે નવીને પરદેશીય રાજનીતિ શરૂ કરી હતી તેના પરિણામમાં વસ્તુસ્થિતિ એકદમ બદલાઈ ગઈ, અને સિકંદરની સરદારીની નીચે પણ મગધના લશ્કરથી તોબા પોકારી ગએલા એ ને એ ગ્રીસવાસીઓ પછીથી હિંદુસ્તાનના ઉત્તરભાગમાં વિજય મેળવી શક્યા, અને મગધના સામ્રાજ્યનાં ફનફાતિયાં તેમણે ઉડાવી દીધાં.
પરંતુ આટલેથી જ બસ નથી. પિતાની પરદેશીય રાજનીતિ અશોકે બદલી તેના પરિણામમાં તેના પિતાના મરણની પછી તુરત જ ગ્રીસવાસી લોકે આપણું દેશમાં ઘુસ્યા તેથી કરીને શક અને પલ્લવ તેમ જ કુશન અને હૃણ તથા ગુર્જર વગેરે લોકોને પણ હિંદુસ્તાનમાં ઘુસવાને માટે રસ્તો મળી આવ્યા. ઇસ્વી સનની છઠ્ઠી સદી સુધી તો એ લોકો આપણા દેશમાં ઘુસતા રહ્યા, અને માત્ર શુંગવંશના અને ગુપ્તવંશના રાજાઓ સિવાયના બીજા બધા દેશી રાજાઓની રાજસત્તાને તેમણે દાબી દીધી. આ બધી પરદેશી જાતિઓ હિંદુસ્તાનમાં વસવાટ કરી રહી ત્યારપછી તુરત જ હિંદુ બની ગઈ, એ વાત ખરી; પણ મુસલમાનોને ઉદય થયો
ત્યાં સુધી તે આ પરદેશીઓએ આપણા દેશમાંની રાજકીય સત્તાને લગભગ એકહથ્થુ કરી લીધી, એની ના કોઈથી કહી શકાશે નહિ. રાજકીય બાબતમાં ઉત્પાદન શક્તિ ધરાવનારી હિંદુઓની બુદ્ધિ એ રીતે મંદ પડી ગઈ, અને છેવટે તેને વિનાશ થયો; અને એક કાળે સાર્વભૌમ સત્તા સ્થાપવાની જે આશા આપણા દેશના લોકોને હતી તે આશા કેવળ સ્વખરૂપ નીવડી. ઝાંડર ધી ગ્રેઈટ” (પ્રાચીન હિંદુસ્તાન ઃ મહાન સિકંદરે તેના ઉપર કરેલી ચટાઈ ), પૃ. ૩૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com