________________
૨૩૦
એક બાજુએ કોતરાએલો છે. વળી, બીજા સ્થળની સાથે સરખામણી કરતાં એ બન્ને સ્થળના લેખના અક્ષરો વધારે મોટા છે તેમ જ અક્ષરનું કોતરકામ પણ વધારે ચોક્કસ છે. સેના સાહેબે પ્રથમ કહી બતાવેલું તેમ, એક પાવડના લેકેએ બીજા પાખંડની પ્રત્યે સહનશીલતા બતાવવી જોઇએ, એવો બોધ કરનારા બારમા મુખ્ય શિલાલેખને હિંદુસ્તાનના એ ભાગમાં તે બેશક ખાસ મહત્ત્વ અપાતું હતું, એમ લાગે છે. હિંદુસ્તાનના વાયવ્યકોણને પ્રદેશ હિંદુસ્તાનના ઉપર ચઢાઈ કરવાને માટે મુખ્ય માર્ગ હાઈ વિવિધ ધર્મવિચારે થી જૂદા બનેલા વિવિધ જાતિના લેકે ત્યાં એકઠા થતા હોવાથી તે ભાગમાં ધાર્મિક શાંતિને ઉપદેશ કરવાનું અશોકને ખાસ જરૂરનું લાગ્યું હોય, એમ જણાય છે.
અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની ત્રીજી નકલ કાલશીને, શિલાલેખ” કહેવાય છે. યમુના નદીના પશ્ચિમ કાંઠે જ્યાં ટેન્સ નદી તેને મળે છે ત્યાંની પાસે જ, મસુરી(મજુરી)ની પશ્ચિમદિશાએ આશરે આઠ ગાઉના જેટલી દૂર ૫ડેલી જંગી શિલાના ઉપર અશોકનો ઉક્ત શિલાલેખ કોતરાએલે છે. સંયુક્ત પ્રાંતોના દેહરાદુન કસબામાં આવેલા કાલશી ગામથી પિણું ગાઉને અંતરે એ શિલા પડેલી હોવાથી અશોકના શિલાલેખની ઉક્ત નકલ કાલશીનો શિલાલેખ” કહેવાય છે. એશિલા 3 વારની લંબાઇની છે અને ૩ વારની ઊંચાઈની છે તેમ જ તળિયે આશરે ૩ વારની પહેલાની છે. એ શિલાના અગ્નિકાણને ભાગ લીસે કરવામાં આવે છે તો પણ મૂળના થડાડા ખાડાખાબડા એ લીસી જગ્યામાં પણ કાયમ રહ્યા છે. ૨ ઇ. સ. ૧૮૬૦ માં ફોરેસ્ટ સાહેબે પ્રથમ એ લેખ શોધી કાઢ્યો હતો. તે વખતે એ લેખના અક્ષરે વંચાતા જ ન હતા; કારણું કે, વર્ષોથી ભેગી થતી આવેલી કાળી સેવાળને થર તેની સપાટીના ઉપર બાઝી ગયો હતો. એ શિલાની ઉપર કોતરાએલે લેખ અનેક સ્થળે અધૂર હશે, એમ
૧. ઇ. એ, ૧૮૯૦, પૃ. ૪૩.
૨. ક. આ. સ. સી., ૧, ૨૪૪; ક.ક. ઈ. ઈ, ૧, ૧૨-૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com