________________
રર૭
અશેકની ધર્મોપદેશવિષયક પ્રવૃત્તિના પરિણામમાં આપણા દેશના લોકે રાષ્ટ્રવ અને રાજકીય મહત્વ વીસરી ગયા છે તે પણ હિંદુ-સમાજના પાયારૂપ બ્રાતૃભાવ અને જીવદયા તે તેમને અલબત્ત મળ્યાં છે. અશોકની ઉક્ત પ્રવૃત્તિના પરિણામમાં રાજનીતિશાસ્ત્રની પ્રગતિ એકાએક અટકી પડી, અને ધર્મ તથા તત્વજ્ઞાને હિંદુના મગજને કબજો વધારે ને વધારે પ્રમાણમાં લેવા માંડયો: એ વાત ખરી છે. તેમ છતાં પણ દુનિયાદારીની રસિકતાની પ્રત્યે હિંદુઓનું મન છેક જ વિધી અને બેદરકાર બની ગયું, અથવા વ્યાપારની કે ઉદ્યોગની નજરે હિંદુસ્તાનનું મહત્ત્વ ઘટી ગયું ? એમ આપણે માની બેસવાનું નથી. એકંદરે જોતાં આ રીતે હિંદુસ્તાનને લાભ થયો છે કે ગેરલાભ થયો છે, એ તો જુદાજુદા લોકે પિતાપિતાના સ્વભાવને અનુસરીને નક્કી કરી લેશે. પરંતુ એટલું તે ચોક્કસ છે કે, બૌદ્ધસમ્રાટ અશોકે ધર્મોપદેશને લગતી જે પ્રવૃત્તિ આદરી હતી તેના પરિણામમાં દુનિયાને પુષ્કળ લાભ થયો છે, અને દૂરદૂરના પૂર્વદેશિના બૌદ્ધપંથને ધર્મ તથા તત્વજ્ઞાન તેમ જ હિંદુ-સંસ્કૃતિની અન્ય મહત્ત્વની ખાસિયત તેણે પૂરાં પાડયાં છે એટલું જ નહિ પણ થેરાપ્યુટીના અને એસેનીસના પંથેના ઉપર તેમ જ શરૂઆતના કાળના અને મધ્યયુગના ખ્રિસ્તી ધર્મના ઉપર તેણે ઘણી અસર કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com