________________
૨૧૬
તેણે તેમની વચ્ચેના આંતરાને તોડી નાખ્યા હતા, અને એ રીતે સૌને સામાન્ય રીતે ગ્રાહ્ય થઈ રહે તેવા ધર્મના સારની વૃદ્ધિ તેણે સાધી હતી. આ બાબતમાં બૌદ્ધ “પિટક"એ મેળવેલા સ્થાનના કરતાં વધારે ઊંચું સ્થાન અને પ્રાપ્ત કર્યું હતું, એમાં તો કાંઈ જ શક નથી. સર્વ ઉપાસને બુદ્ધને આ જ સંદેશ હતો; અને બૌદ્ધપંથની આ સાર્વલૌકિકતા જ અશકે જોઈ લીધી હતી, અને તેના વિષે ભાર દઈને તે કહેતો હતો. વળી પોલની માફક અશોક પણ નીતિના મહાબળમાં ખૂબ માનતો હતો. પિતાના પંથને આખી દુનિયાને ધર્મ બનાવી દેવાના પ્રયત્નો કરવામાં તેણે કાંઈ કચાશ રાખી ન હતી. એ રીતે તે બૌદ્ધપંથને માત્ર આશ્રયદાતા જ ન હતું પણ ખરેખર અવતાર હતો. તે સામ્રાજ્યનો ઉપરિ હાઈ અખૂટ સાધનેને ધણું હતું તેથી વધારે ઝડપથી વધારે દૃશ્ય પરિણામ તે સાધી શકયો હતે.
અશોકના કામથી હિંદુસ્તાનને શો લાભ થયો છે કે શી હાનિ થઈ છે, એને તપાસ અને નિર્ણય આપણે ન કરી લઈએ ત્યાં સુધી તેના વિષેની આપણી ચર્ચા પૂરી કરી શકાય નહિ. આડકતરી રીતે હિંદુસ્તાનને પુષ્કળ લાભ થયો છે, એની ના તે કોઈથી કહી શકાશે નહિ. અશોકના ધર્મોપદેશના કાર્યથી બે મોટા લાભ થયા હતા, એમ આપણે જોઈ ગયા છીએ. તે વખતમાં આખો દેશ આર્યમય બની ગયો હતો, પણ જૂદા જૂદા પ્રાંતની પોતપોતાની બેલીઓ હતી. ધર્મનો ફેલાવો કરવાના હેતુથી અશકે કરેલા પરાક્રમના પરિણામમાં જુદા જુદા પ્રાંતોની વચ્ચે અંતર્વ્યવહાર અનેક પ્રસંગે અને વધારે પ્રમાણમાં થવા લાગે. જે ભાષા બધા પ્રાંતમાં શીખાય અને સમજાય તેમ જ સામાજિક અને ધાર્મિક બાબતોમાં વિચારવિનિમયના માધ્યમ તરીકે વપરાય, એવી સર્વમાન્ય એક ભાષાની જરૂર સૌને જણાઈ. તેના પરિણામમાં પાલિ
ભાષા અથવા “શિલાલેખની પ્રાકૃતભાષા હિંદુસ્તાનની એકભાષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com