________________
૨૧૫ તે માત્ર કૅન્સ્ટટાઈન ન હતો, પણ ગ્રીસને માટે બૌદ્ધપંથનો તે સિકંદર હતો; કીતિ'ના બદલામાં “સેવા” કરનાર તે નિઃસ્વાથી નેપોલિયન હતો.”
બૌદ્ધપંથના ઇતિહાસમાં એ પંથના સ્થાપક બુદ્ધ ભગવાનના સ્થાનની પછી અશોકનું જ સ્થાન આવે છે. જે. એમ. મેકફેઈલ સાહેબે કહ્યું છે તેમ, અતિહાસિક વ્યક્તિ તરીકે માત્ર સેઈટ પાલની સાથે જ અશોકને યોગ્ય રીતે સરખાવી શકાય તેમ છે. ઈસુ ખ્રિસ્તને ઉપદેશ આખી મનુષ્યજાતિને ઉદ્દેશીને અપાએલો હતો, એ વાત ખરી; પણ તેના અનુયાયીઓએ તેના ઉપદેશની સાર્વલૌકિકતાને આગ્રહપૂર્વક મહત્ત્વ આપ્યું ન હતું. તેના પરિણામમાં ખ્રિસ્તી ધર્મ અવનત થઈને માત્ર સુધરેલ અને વધારે ઉદાર બીજે યાહુદી ધર્મ બની ગયો હતો. તેને ઘેરી લેનાર જાતિબંધનોને અને સ્મૃતિબંધનોને તોડનાર પોલ જ હતો. ખ્રિસ્તી ન હોય તેવા લોકોને દાખલ થવાનો માર્ગ મળી શકે તેટલા માટે ખ્રિસ્તી ધર્મનાં દ્વાર ખુલ્લા કરવાનો અભિપ્રાય તેના કેટલાક અનુયાયીઓ ધરાવતા હતા; પણ પાલે કહ્યું કે, “ ના; કાંઈ પણ ઠાર ન હોવાં જોઈએ—છે જ નહિ; કારણ કે, દિવાલ જ નથી. દરેક આંતરો તોડી પાડવામાં આવેલો છે. પરમેશ્વરની નજરે પડતા લોકેાના દરેક બંધનને અને ભેદને તેમ જ તડને જડમૂળથી દૂર કરવામાં આવેલ છે. આપણું માથાની ઉપરના આકાશની માફક જ પરમેશ્વરને પ્રેમ સર્વગ્રાહી છે. જે હવા આપણે લઈએ છીએ તે હવાની માફક જ તેની મહેરબાની મફત મળે છે.” તે જ પ્રમાણે અશોકના સમયમાં બૌદ્ધપંથ અવનત થઈને માત્ર સ્થાનિક (પ્રાંતિક) પંથ બની ગયો હતો. જૂદા જૂદા પાષડેના લોકોને એકબીજાના સિદ્ધાંતોની અને એકબીજાની માન્યતાઓની પ્રત્યે સહનશીલતા તથા માન રાખવાને ઉપદેશ કરીને
૧. એ. પી. એ., ૨, ૧૨૭.
૨. “અશોક', પૃ. ૮૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com