________________
૧૬૦ ઈશ્વરવાદ કહ્યો છે.૧ પરંતુ સ્મિથ સાહેબે જે કહ્યું છે તે અશોકના ધર્મને લાગૂ પડે છે તેમ તેના સમયના બીજા ઘણાખરા પાષાને પણ લાગુ પડે છે. અશોકના સમય સુધી તે કર્મવાદમાં લેકે પૂર્ણશે માનતા હતા. સત્કર્મો કરીને અને પોતાના કર્મના પરિણામમાં -આ લેકમાંના પિતાના સત્કર્મના બદલા તરીકે- પરલોકમાં એક કે બીજા દેવ તરીકે જન્મવાની આશા રાખીને સામાન્ય લોકે સંતોષ માનતા હતા. કર્મને તથા તેના પરિણામમાં થનારા પુનર્જન્મને નાશ કરવાનો પ્રયત્ન કરવાનું કામ તો બ્રાહ્મણ અને શ્રમણ સાધુઓને સોંપાયું હતું, અને તેથી કરીને જીવતા આત્મદેવમાં માનવાની કાંઈ જરૂર રહી ન હતી. ઇસ્વીસનના પહેલાંની પાંચમી સદીથી માંડીને અશેકના સમય સુધીમાં વારાફરતી અનેક સંપ્રદાય અને પાષા. જમ્યા હતા, અને તે પૈકીના દરેક સંપ્રદાય અને પાષડે વ્યક્તિગત આત્માના મોક્ષને લગતે પોતાને ખાસ સિદ્ધાંત રજૂ કર્યો હતો. પરંતુ એક કે બે અપવાદ બાદ કરતાં બાકીના સૌને કર્મવાદનો મેહ લાગ્યો હતો; અને તેથી એવા સૌ એમ કહેતા કે, માત્ર કર્મથી જ વ્યક્તિને મોક્ષ થાય છે. બૌદ્ધપંથ આ હતો. આછવકે આમ કહેતા. જેનપંથ પણ આ હતે. ખરું જોતાં ભક્તિમાર્ગના લેકે સિવાયના સૌ આમ માનતા. ભક્તિમાર્ગને કર્મવાદને રંગ લાગેલો. નહિ. તેમાં એમ કહ્યું હતું કે, પરમાત્માની ભક્તિથી જ મોક્ષ મળી શકે છે. પરંતુ એ સમય સુધી ભક્તિમાર્ગ આગળ પડતો ન હતો. અશોકના સમયની પછી તુર્ત જ ભક્તિમાર્ગ આગળ આવવા લાગ્યા. ખરું જોતાં તે એટલે બધે આગળ આવી ગયા હતા કે, આટલા સમય સુધી આટલા બધા આગળ આવેલા બૌદ્ધપંથના ઉપર જ ભક્તિમાર્ગે ભક્તિની છાપ પાડી દીધી.
ઉક્ત લોકધર્મના બીજા એક તત્ત્વો ઉલ્લેખ પણ પિતાના એક શિલાલેખમાં અશેકે કરેલો છે. હિંદુસ્તાનમાં કર્મવાદ એટલે
૧. “અશક', પૃ. ૩૩-૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com