________________
બરાબર ટટાર ઊભો થઈ ગયો. પછી તેને આધાર આપવાના હેતુથી મોટા મોટા પાટડાઓ તેની આસપાસ ગોઠવી દેવામાં આવ્યા, અને એ રીતે પાલખનું પીંજરું બની ગયું. સીધી લીટીમાંથી જરા પણ તે ન ચસે એવી રીતે તેને તીરના જેવી ટટાર સ્થિતિમાં એ રીતે ગોઠવી દેવામાં આવ્યો. પ્રથમ ઉલ્લેખેલા પેલા ચોરસ પથરાને એ થાંભલાની નીચે જ ગોઠવી દેવામાં આવ્યો હતો.”
- ફિરોઝશાહે તે અશોકના માત્ર ત્રણ જ થાંભલાઓને એ રીતે ખસેડયા હતા, અને તે પણ કાંઈ મોટામાં મોટા થાંભલા ન હતા. વળી, મૂળ જગ્યાએથી બહુ બહુ તે પણ ગાઉ દૂર જ તેમને ખસેડવામાં આવેલા. પરંતુ અશોકે માત્ર ત્રણ જ થાંભલા ઊભા કરાવેલા નહિ. તેણે તે આવા ત્રીસેક થાંભલા તૈયાર કરાવેલા, અને બહુ જ આધાં સ્થળે ઊભા કરાવેલા. પથરા ખોદી કાઢવાનું અને ટાંકણાથી તેમને બરાબર માપસર તૈયાર કરીને થાંભલા બનાવવાનું અને એ થાંભલાને લાંબા પલે લઈ જવાનું કામ અશોકના સમયના શિલ્પકારેની કુનેહની અને મગજશક્તિની સાક્ષી પૂરે છે.
એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, અશોકના સમયની પહેલાંના ' કાળમાં ભાગ્યે જ કોઈ મકાન પથ્થરે બાંધેલું જણાય છે. સ્થાપત્યના કામે પથ્થરનો ઉપયોગ કરવાનું પ્રથમ માન બૌદ્ધરાજ અશોકને જ ઘટે છે. અશેકે પિતાનાં લખાણમાં અનેક સ્થળે કહ્યું છે કે, પિતાની ધર્મલિપિઓ ચિરસ્થાયી થાય તેટલા માટે શિલાઓના ઉપર અને થાંભલાઓના ઉપર તેણે તે કેતરાવી હતી. એ જ કારણે પિતાના સામ્રાજ્યના કુનેહવાળા કારીગરોને અને પિતાની સાધનસંપત્તિનો ઉપયોગ કરીને પોતાની ધર્મલિપિઓ પથરાના ઉપર તેણે તરાવી હતી. અશોકના કાળની પહેલાંના સમયમાં આપણા દેશમાં
૧. ઇલિયટકૃત “હિસ્ટરી ઑફ ઇન્ડિયા” (હિંદુસ્તાનને ઈતિહાસ), ૩, ૩૫૦.
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com