________________
સાથે સરખાવી શકાય નહિ. આ દૃષ્ટિએ જોતાં તે અશોકને માત્ર મુગલ સમ્રાટ અકબરની સાથે જ સરખાવી શકાય. અકબરે પિતાની પ્રજાના હિતસુખને માટે ઘણી જહેમત ઉઠાવી હતી, એ બાબતમાં તો કાંઈ જ શક નથી. પણ જે ખાસ મહત્વની બાબતમાં અશોકને તે મળતો આવે છે તે એ છે કે, તેણે ધર્મની બાબતમાં સહનશીલતા રાખવાનું ઠરાવ્યું હતું, અને દરેક ધર્મમાંનાં સત્યને શોધવાને લગતા પિતાના સહાનુભૂતિપૂર્વક પ્રયત્નથી તેણે પોતાની પ્રજાના ઉપર ઉમદા દાખલો બેસાડયા હતા. સુફી તથા સુન્ની તેમ જ શિયા અને બ્રાહ્મણ તેમ જ (જેન) જતિ તથા બૌદ્ધ તેમ જ ખ્રિસ્તી અને યાદી તેમ જ જરથુસ્તી વગેરે સૌની ધર્મચર્ચા સાંભળવામાં અને તેમનું પ્રમુખપદ લેવામાં તેને કેટલો આનંદ પડતો, એ આપણે જાણીએ છીએ. આવી ચર્ચા શા હેતુથી તે કરતે, એ પણ આપણે જાણુએ છીએ. તે ઘણુંખરું કહેતા કે, “ જે વ્યક્તિ પોતાના અષણના માર્ગમાં ન્યાયથી જ દેરાય છે અને વિવેકબુદ્ધિ કબૂલ રાખે તેજ દરેક ધર્મમાંથી તારવી લે છે તે જ વ્યક્તિ ખરેખર મનુષ્ય ગણાય. જે તાળાની કૂંચી ખોવાઈ ગઈ છે તે તાળું કદાચ આ જ રીતે ઊઘડે.” ર આવી રીતે સર્વ ધર્મોમાંથી સારામાં સારું ચૂંટી લેવામાં આવ્યું તેનું પરિણામ એ આવ્યું કે, “દીન ઈલાહી નામક ધર્મ અસ્તિત્વમાં આવ્યો. તેમાં એકદેવવાદને અંશ હતા, અને ખાસ કરીને સૂર્યથી સૂચવાતા પ્રકાશની અને અગ્નિની પૂજા પણ દાખલ થએલી હતી. તેને પારસીઓના ધર્મથી જૂદો ગણવાને નથી.” અશોકના સંબંધમાં આપણે જોયું છે કે, પિતાની ધર્મપષણના પરિણામમાં તેણે જેનપંથથી સહજ રંગાએલા બૌદ્ધપંથને
સ્વીકાર કર્યો હતો. પણ એટલું યાદ રાખવાનું છે કે, અકબર “સૌથી વધારે પ્રમાણમાં રાજનીતિજ્ઞ હતા અને દુનિયાદારીથી
૧. એ. પી. એ., ૨, ૧૨૭. ૨. એ. પી. એ., ૧, ૨૬૯ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com