________________
વિલ્સન સાહેબ જે કહે છે તે ખરું લાગે છે. શ્રીયુત વિ. કા. રાજવાડેએ હાલમાં. “સુર” શબ્દના વિષયનો વિસ્તારપૂર્વક લેખ લખેલ છે તેમાં તેમણે યોગ્ય જ કહ્યું છે કે“સારા અર્થમાં
અસુર” શબ્દ વપરાયાના અનેક દાખલાઓ મળી આવે છે, અને ખરાબ અર્થમાં માત્ર ૧૫ (એટલે કે, કુલ ૧૦૫ ના એકસપ્તમાંશ) સ્થળે તે શબ્દ વપરાએલો જોવામાં આવે છે. આ વાત એમ બતાવી આપે છે કે, ઋગવેદના સમયના અંતભાગમાં ઋગવેદના ધર્મની અને જરથુસ્તના ધર્મની વચ્ચે ફાટફૂટ થઈ હતી. ઋગવેદની પછીના સમયમાં એ વિ તે અને તીવ્રતર થતું ગયું. અહીં છેલ્લું વાય બહુ જ મહત્વનું છે; કારણ કે, ગવેદની પછીના સમયમાં આર્યોએ આપણું દેશમાં વસવાટ બેશક કરેલો તેથી કરીને આર્યોની અને અસુરની વચ્ચેનું તીવ્ર વૈમનસ્ય આપણા દેશમાં જ પેદા થયું હતું, એમ એ વાકય સ્પષ્ટ કરી આપે છે. “શતપથબ્રાહ્મણ”માં પણું એક સ્થળે કહ્યું છે કે, પ્રાચ્ચો પણ અસુરે હતા. “પ્રાય – ને “મગધ” પણ કહેવામાં આવે છે, એ તો આપણે જાણીએ છીએ. વિહારના છોટાનાગપુરમાં અનાર્ય જાતિ તરીકે અસુરે આજે પણ જોવામાં આવે છે, એ વાત ઉપલી હકીકતને બરાબર બંધબેસતી આવે છે. આપણે પ્રથમ કહી ગયા છીએ તેમ જે “ સંપ જો વૈવા’ને ફર્ગ્યુસન સાહેબે મૌર્યકાળની પહેલાંની માનેલી છે અને આસીરિયામાંના બિર્સ નિમરૂદની નકલ તરીકે ગણાવેલી છે તે “કરાય તો વૈદ” વિહારમાંના રાજગૃહ(રાજગીર)માં જ છે, એ વાત પણ ઉપલી હકીકતને મળતી આવે છે. બાબીલેનિયાની મહોર (સીલ ) આપણું દેશમાંથી શાથી મળી આવેલી, એ વાતને ખુલાસો પણ ઉપરની હકીકતથી થઈ જાય છે ?
૧. પ્ર. ટ્રા.ફ. ઓ. કૅ, પૃ. ૧૮-૧૯. ૨. ૧૩, ૮, ૧, ૫; સે. બુ. ઈ., પૃ. ૪૪, પૃ. ૪ર૩-૪ર૪. ૩. જ. એ. સે. બેં, ૧૯૧૪, પૃ ૪૬૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com