________________
સારનાથના થાંભલાના સંબંધમાં સર જહોન માર્શલ સાહેબ કહે છે કે, “પરંતુ સારનાથને થાંભલે આદર્શરૂપ ન ગણાય તે પણ, ઇસ્વી સનની પહેલાંની ત્રીજી સદીમાં સૌથી વધારે વિકસેલી જે કળાથી દુનિયા પરિચિત થએલી હતી તે કળાને નમૂન –જેના અનેક બાપદાદાઓ કળાનું કામ કરતા અને કળાને અનુભવ ધરાવતા તે વ્યક્તિના હાથનું કામ– તે છે. કૂલી ઊડતી નસવાળા અને અતિશય વિકસિત સ્નાયુઓવાળા જે સિંહ ટોચે મુગટરૂપ બેઠેલા છે તેમનામાં અને તેમની નીચે જાણે કે સાચેસાચું જીવંત હોય તેવું જે ઊઠાવદાર કામ છે તેમાં બાલાવસ્થા ભોગવતી કળાની ખોડખાંપણોનો (તેના અધૂરાપણને) જરા પણ અંશ જોવામાં આવતા નથી. શિલ્પકારે નૈસર્ગિકતાનો આશય રાખ્યો છે ત્યાં સુધી કુદરતમાંથી જ પોતાનાં ચિત્રોના નમૂના લીધેલા છે. એટલાથી જ બસ નથી. એણે તે. એનાથી પણ વધારે કામ કર્યું છે. એ થાંભલે સ્થાપત્યને નમૂનો છે, એ વાત ધ્યાનમાં રાખીને ચારે સિંહોને તેને બંધબેસતા કરવાના હેતુથી તેમનામાં બાંધકામના બરને વિશેષ અંશ જાણી જોઈને અને હેતુપૂર્વક દાખલ કરેલો છે; અને ટોચની સપાટ પાટની ઉપર મુકેલા ઘોડાને માટે તેણે પશ્ચિમદેશની કળામાં જાણીતા થએલા અને સ્વીકારાએલા નમૂનાનો ઉપયોગ કરે છે. તેના ઊઠાવદાર કામની વિશિષ્ટતા પણ તેટલી જ પરિપકવ સ્થિતિએ પહોંચેલી છે. આપણે ટૂંક સમયમાં જેશું તેમ, ગ્રીસના શરૂઆતના સ્થાપત્યની માફક હિંદુસ્તાનના શરૂઆતના સ્થાપત્યમાં પણ બે નિશ્ચિત સપાટીઓની-પથ્થરની મૂળ આગળની સપાટીની અને જે ભાગ કોતરી કાઢયો હોય તે ભાગની અંદરની સપાટીની- વચ્ચે ઊઠાવદાર કામ કરવાનો રિવાજ હતો. સારનાથના થાંભલાના ઊઠાવદાર કામમાં આ ક્રિયાને કાંઈ પણ અંશ જોવામાં આવતો નથી. કોઈ પણ આદર્શરૂપ આગળની સપાટીનો વિચાર કર્યા વગર દરેકેદરેક ભાગની ખરેખરી ઊંડાઈને અનુસરીને ઉક્ત પ્રાણુને (ઘેડાને) દરેકેદરેક ભાગ ઘડવામાં આવેલા છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com