________________
૧૯
ઠરાવ તેણે કર્યો. એ થાંભલાને નીચો પાડવાને લગતી સારામાં સારી યોજનાઓને વિચાર કરીને તેણે છેવટની આજ્ઞા પ્રસિદ્ધ કરી. દોઆબની અંદર અને બહાર આસપાસ રહેતા સર્વ રહીશોએ તેમ જ સર્વ ઘોડેસ્વારોએ અને પાયદળના સવે લેકાએ હાજર રહેવું, એ હુકમ તેણે કર્યો. એ કામને માટે જેઈતાં સર્વ ઓજારો અને સાધના પિતાની સાથે લેતા આવવાનો હુકમ પણ તેણે સૌને કર્યો. સેંબલની (રેશમના જેવા મુલાયમ ૩ની) ગાંસડીઓ લાવવાની સૂચના કરવામાં આવી. એવું ઢગલાબંધ રૂપેલા થાંભલાની આસપાસ ગોઠવવામાં આવ્યું. થાંભલાના તળિયાની પાસેની જમીન ખોદી કાઢવામાં આવી ત્યારે પેલી રૂની પથારીના ઉપર તે થાંભલો ધીમેથી આડો પડયો. પછી ધીમેધીમે પેલે રૂને કાઢી લેવામાં આવ્યું, અને થોડા દિવસના અંતે તે થાંભલો જમીનના ઉપર સહીસલામત રીતે સૂઇ ગયો. એ થાંભલાના પાયાને તપાસવામાં આવ્યો ત્યારે તળિયેથી જબરે ચોરસ પથરે મળી આવ્યો તેને પણ બહાર કાઢવામાં આવ્યો.
પછી તે થાંભલાને કાંઈ નુકસાન ન થાય તેટલા માટે તેની ટોચથી માંડીને તેના તળિયા સુધી રોડાં અને કાચાં ચામડાં વીંટાળી દેવામાં આવ્યાં. બેંતાળીસ પિડાંની ગાડી બનાવડાવવામાં આવી, અને દરેક પૈડાને (પેલા થાંભલાને ?) અનેક દોરડાં બાંધવામાં આવ્યાં. હજારો લેકે દરેક દોરડાને ખેંચવા લાગ્યા. પુષ્કળ મહેનતના અને મુશ્કેલીના અંતે એ થાંભલો ઊંચકાયો અને ગાડીમાં ગોઠવાયો. દરેક પૈડાને એકેક દોરડું બાંધવામાં આવ્યું, અને દરેક દેરડાને બસ માણસો ખેંચે એમ કુલ બેંતાળીસ પૈડાંને એકંદરે ૮,૪૦૦ માણસો ખેંચવા લાગ્યા. આમ હજારે માણસોએ એકસાથે મહેનત કરી તેથી કરીને ગાડી ચાલી, અને તેને જમના નદીના કાંઠાની પાસે લાવવામાં આવી. ત્યાં તેને જોવાને સુલતાન પોતે આવ્યા. સંખ્યાબંધ બેટાં વહાણે ભેગાં કરવામાં આવ્યાં. તે પૈકીનું મોટું વહાણ ૫,૦૦૦ થી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com