________________
૧૭૦ શિલાલેખમાં તો “ર” અને “મદ' શબ્દ જ વપરાયા છે. તે જ પ્રમાણે ગિરનારના શિલાલેખમાંના “દ્વાર” અને “દિર’ શબ્દના સ્થાને કલશીના શિલાલેખમાં “વાલા' અને કિર” શબ્દ જ જોવામાં આવે છે. વળી, હિર’ તેમ જ ત’ અને દિ' વગેરે શબ્દો એમ સાબીત કરી આપે છે કે, કાશીની બોલીમાં ‘હકારનો શોખ ખાસ હતું. એ રીતે જોતાં એમ જણાઈ આવે છે કે, પાલિભાષાના અને પ્રાકૃત ભાષાના નિયમોને અનુસરીને કાશીની બોલીમાં ઉચ્ચારની અવનતિ વધારે પ્રમાણમાં થએલી છે,
અને ગિરનારના પ્રદેશની બોલીમાં ઉચ્ચારની અવનતિ ઓછા પ્રમાણમાં થવા પામેલી છે. પરંતુ તેથી કરીને, ગિરનારના પ્રદેશની બોલી પહેલાની હતી અને કાલશીની બોલી પછીની હતી, એવો નિર્ણય કરવાની હિંમત કોઈ ભાષાશાસ્ત્રો કરશે ખરો ? અલબત્ત, તે તેમ નહિ જ કરે; કારણ કે, અશોકના રાજકાળમાં ગિરનારના પ્રદેશની બોલી અને કલશીની બેલી સાથેસાથે જ હયાતી ધરાવતી હતી; અને તેથી કરીને એમાંની પહેલી બોલીને બીજી બોલીના પહેલાંની ન જ કહી શકાય. તેમ છતાં પણ એ ભાષાશાસ્ત્રીઓના સિદ્ધાંતના અનુસાર તો કાલશીની બોલી ગિરનારના પ્રદેશની બોલીના કરતાં વધારે પ્રમાણમાં ઉચ્ચારની અવનતિ બતાવી આપતી હોવાથી ગિરનારના પ્રદેશની બેલીના સમયની પછીના સમયની ગણાવી જોઈએ. આમાં ખરી વાત તો એ છે કે, જેમને પાલિભાષાના અને પ્રાકૃત ભાષાના નિયમે કહેવામાં આવે છે તે ઉચ્ચારની અવનતિ બીલકુલ દર્શાવતા નથી. તે તે અમુક વર્ગના કે લેકેના કે દેશના ઉચ્ચારની જે ખાસ રીત સર્વ યુગોમાં પ્રચલિત હતી તે રીત જ દર્શાવે છે. દાખલા તરીકે, “વેદ”ની ભાષા લે.૧ “વેદ”માં “વિવિષ્ટ રૂપની સાથે સાથે વિવિધૈ' રૂપ પણ જોવામાં આવે છે. એ જ એમ બતાવી આપે છે કે, “વેદ”ની ભાષામાં પણ જોડાક્ષરેમાંના બે વ્યંજને પૈકીને
૧. “ઇડિશે સ્ટેડિયેન” ( હિંદુસ્તાનને અભ્યાસ ), ૨, ૮૭, ટીકા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com