________________
- ૧૮૦
વ્યંજન બેવડાતો. વળી, “વેદ”માં “ત' તથા “ મિઃ' અને “વિવિધતા રૂપની સાથે સાથે “કુર' તથા ઇમિ અને વિતા રૂપ જોવામાં આવે છે એ પણ એમ બતાવી આપે છે કે, તાલુસ્થાનીય વને પક્ષપાત “વેદ”ની ભાષામાં પણ હતો. ટૂંકમાં કહેતાં, આ બાબતમાં ખરી હકીકત એ છે કે, ઉચ્ચારના આવા ફેરફારે ખરું જતાં ઉચ્ચારની અવનતિ દર્શાવે છે, એવું સાબીત કરનારો કેરી પણ પૂરાવો મળી આવ નથી. વળી, કેટલાક ભાષાશાસ્ત્રીઓ કહે છે તેમ, પાછળના સમયની ભાષાનું સૂચન એથી થાય છે, એવું પણ કઈ અવશ્ય નથી. ખરું જોતાં તે વસ્તુસ્થિતિ એનાથી ઉલટી છે. અમુક સમયમાં અથવા કોઈ જાતિમાં કે પ્રાંતમાં ખેરા અને શુદ્ધ ઉચ્ચાર પ્રચલિત હશે તેની સાથે સાથે જ જુદા પ્રકારના ઉક્ત ઉચ્ચાર પણ પ્રચલિત હશે, એમ જ આપણે કહી શકીએ છીએ.
ભરતે પોતાના “નાટયશાસ્ત્રના સત્તરમા પ્રકરણમાં જે કહ્યું છે તે આના સંબંધમાં યાદ રાખવાનું છે. તે કહે છે કે, સંસ્કૃત ભાષા અને પ્રાકૃતભાષા કાંઈ બે ભાષાઓ નથી; તે તો બોલીના–એટલે કે, ઉચ્ચારના અને પાઠ (ટચ)ના-બે પ્રકાર છે. તેણે માત્ર ચાર ભાષાઓનો જ સ્વીકાર કરે છે –(૧) અભિભાષા (દેવોની ભાષા); (૨) આર્યભાષા (રાજાઓની ભાષા; (૩) જાતિભાષા (વિવિધ જાતિઓની અને જ્ઞાતિઓની ભાષા); અને (૪) જાત્યંતરી ભાષા (પક્ષીઓની અને પશુઓની ભાષા). પહેલા બે પ્રકારની ભાષાઓ હંમેશાં સંત-પાર” (સુધરેલી બોલી) કહેવાય છે, પણ બીજા પ્રકારની ભાષા “સંત” (સુધરેલી) તેમ જ “
પ્રત' (હલકા પ્રકારની) બલી કહેવાય છે. ઉક્ત સંજ્ઞાઓનો ઉપયોગ મનમાની રીતે કરવામાં આવ્યો છે તેથી કરીને બહુ ગોટાળો થવા પામેલો છે. વળી, પાલિભાષામાં જે ઉચ્ચારભેદ જોવામાં આવે છે તે ઉચારની અવનતિ દર્શાવે છે, અને તેથી તે પાછળના સમયની ભાષાનું સૂચક
૧. ૫, ૨૫ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com