________________
૧૬૬
એ જ પ્રણાલિકાને વળગી રહેતી આપણે જોઇએ છીએ. મેન્યામ નામક લેખકે એક સ્થળે જે ટીકા કરેલી છે તે અહીં યાદ આવી જાય છે. તે કહે છે કે, “ સ્ત્રીના ધર્મ વહેમની બાજુએ એટલે ઝીણીઝીણી ક્રિયાઓની તરફ વધારે સહેલાઇથી ઢળી પડે છે. ૧
ઃઃ
અશાકના સમયમાં સમાજનું બંધારણ કેવું હતું, એ આપણે જાતા નથી. પરંતુ તેની ધર્મલિપિમાં બે કે ત્રણ સ્થળે કાંઇક ઇશારા થએલા છે તેના આધારે આપણને તે સમયના સમાજબંધારણના કાંઇક ખ્યાલ આવી શકે છે. અશાકના પાંચમા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે કે, ‘ભટમન્ય' બ્રાહ્મણ્ણાની અને ‘ભ્યા’ની સાથે ધમહામાત્રાએ સબંધ રાખવાના છે. અહીં બેશક સામાન્ય દુનિયાના બ્રાહ્મણાના જ ઉલ્લેખ થએલા છે. શ્રમણાની સાથે ગણાવાતા બ્રાહ્મણ સાધુએ અને ભિક્ષુએ અહીં ઉલ્લેખાએલા નથી. ‘' શબ્દ કાંઈક વિચિત્ર છે. “ ઉપનિષદો ”માં માત્ર એક જ પ્રસંગે તે શબ્દ વપરાએલા છે. પાલિભાષાના સાહિત્યમાં પણ તે શબ્દ જોવામાં આવે છે. “મહાનારદ–કસપ–જાતક” માં એ શબ્દ વપરાયા છે, અને ભાષ્યકારે તેના અ‘નદપતિ' (ગૃહપતિ) કર્યા છે. બ્રાહ્મણાની વર્ણાશ્રમપદ્ધતિમાંના વૈશ્વા સાધારણ રીતે ગૃહપતિ કહેવાય છે. પણ ‘વેલ્સ' (વૈશ્ય)શબ્દ તા સિદ્ધાંતવિષયક ચર્ચાના સંબંધમાં જ પાલિભાષાના ગ્રંથામાં વપરાયા છે. વૈશ્યાની જૂદી જ જ્ઞાતિ હતી, એવી મતલબનું લખાણ પાલિભાષાના ગ્રંથામાં તા કાઈ સ્થળે જોવામાં આવતું નથી.૨ પરંતુ સમાજબંધારણમાં ઇબ્યા’ના (ગૃRsપતિને) ખાસ જૂલે વર્ગ હતા ખરા. ક્ષત્રિયાની અને બ્રાહ્મણાની પછી મુકાતા એ અભિજના(ઉમરાવે)ના
૧. થીઅરી આફ્ લેજિસ્લેશન ’ (કાયદા ઘડવાને લગતા સિદ્ધાંત) (પૅટરનીસ્ટર લાયબ્રેરી, ૧૮૯૬), પૃ. ૩૯.
r
૨. ફિક્રૂત “ સેાશિયલ ઑર્ગેનિઝેશન, એટ સેટરા '' (સામાજિક વ્યવસ્થા, વગેરે) (ભાષાંતર), પૃ. ૨૫૧ અને ભાગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
66
www.umaragyanbhandar.com