________________
૧૬૯
પિળામાં દાખલ કરવામાં આવે છે. આ વાત અહીં બરાબર બંધ બેસે છે, કારણ કે, પિતે મનુષ્યચિકિત્સાની તેમ જ પશુચિકિત્સાની સ્થાપના કરી હતી, એમ જણાવીને અશોક એવું કહેવા માગે છે કે, મનુષ્યોને મફત દવા વહેંચવાના ઇરાદાથી તેણે પિતે ધર્માદા દવાખાનાં સ્થાપ્યાં હતાં, અને પશુઓને માટે પાંજરાપોળના જેવી સંસ્થા સ્થાપી હતી. જ્યાં જ્યાં ઔષધિઓ તથા મૂળિયાં અને ફળો ન હતાં ત્યાંત્યાં તે સૌ લેવડાવી જઈને તેણે પોતે રેપાવ્યાં હતાં, એમ અશકે જે કહ્યું છે તેનો અર્થ આપણે એ કરવાને છે કે, તુર્ત ઉપયોગમાં લઈ શકાય તેવી દવાઓ તૈયાર રહે તેટલા માટે ઉક્ત સંસ્થાઓના અંગે તેણે ખેતરની વ્યવસ્થા કરી હતી. રોગી મનુષ્યને કે પશુઓને મફત દવા પૂરી પાડવાને લગતી જે પદ્ધતિ હિંદુસ્તાનના પશ્ચિમ ભાગમાં ઈસ્વીસનના અઢારમા સૈકામાં હયાત હતી તે પદ્ધતિ ઈસ્વીસનની પહેલાંની ત્રીજી સદીમાં પણ હયાત હતી, એ જોઈને ખરેખર નવાઈ લાગે છે. વળી વધારામાં એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે, તે સમયમાં જાણીતી સર્વ દવાઓ અશેકની પોપકારવૃત્તિને લઈને આખી દુનિયાને મળી શક્તી હતી.
અશોકના સમયની વિદ્યાવિષયક બાજુને વિચાર આપણે ન કરીએ ત્યાંસુધી તે સમયના સમાજજીવનનું વર્ણન અધૂરું જ ગણાય. તેથી કરીને હવે આપણે એ બાબતનું વર્ણન ટૂંકામાં કરશું. અહીં પણ એટલું યાદ રાખવું જોઈએ કે, તે સમયની ખુદ વિદ્યાના વિકાસની બાબતમાં તે લગભગ નજીવી જ માહિતી અશાકની ધર્મલિપિઓમાંથી આપણને મળે છે. તેમ છતાં પણ વિદ્યાના વાહનરૂપ લેખન પદ્ધતિ(વર્ણમાળા)ની અને બેલી(ભાષા)ની બાબતમાં અશોકની
૧. આ વિષયના સંબંધમાં કાળજીપૂર્વક શોધ કરવાની જરૂર છે પણ દરમ્યાનમાં જુએ છે. એન. મુખોપાધ્યાયત “ધી સર્જિકલ ઇસ્યુમેન્ટસ ઓફ ધી હિંદુઝ” (હિંદુઓનાં વૈદ્યકીય શો), પુ. ૧, પૃ. ૩૪ અને આગળ તથા પૃ. ૪૮ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com