________________
૧ર૬
લેકેને પોતાના અનુભવ કહી બતાવ. જોકેાના મનની ઉપર આની એટલી બધી અસર થતી કે, ટોળાબંધ લેકે તેની આસપાસ ફરી વળતા, અને તેના હાથે તેઓ બૌદ્ધપંથની દીક્ષા લેતા. મેગ્યુલાનની આ વાત ઘણું કરીને અશોકના જાણવામાં હતી. અશોકને ઉક્ત વાતની ખબર જ ન હતી, એમ આપણે ઘડીભર માની લઈએ તે પણું, “રિમાનg” માં તેમ જ અન્ય ગ્રંથોમાં વિવિધ પ્રકારનાં
ગીય સુખસાધનનું જે સચોટ વર્ણન જોવામાં આવતું હતું તે વર્ણન ઉપગ કરી લઈને તેને આચારમાં મુકવાના હેતુથી વિમાને તથા હાથીઓ અને એવાં અન્ય દો તૈયાર કરાવવાં, અને સમાજમાં સંખ્યાબંધ કે ભેગા થયા હોય તેવા પ્રસંગે તેનું પ્રદર્શન કરવું ? એવી કલ્પના અશોકના જેવા વિચારી અને ઉત્સાહી ધર્મોપદેશકને સ્વાભાવિક રીતે આવે, એમ તે આપણે કહી શકીએ. કયા સદાચારથી સ્વર્ગ મળે છે, અને કયા દુરાચારથી નકે મળે છે. એનું વર્ણન માત્ર મોટેથી જ કરી બનાવીને મોગલાન અનેક લેકેને પિતાના અનુયાયી કરી શકતો હતો. તે પછી સ્વર્ગનું તેમ જ સ્વર્ગમાં ભોગવવાનાં વિવિધ સુખનું માત્ર મોઢાનું જ વન પોતાની પ્રજાને કરનાર નહિ, પણ મૃતિમંત રૂપે તેમનું પ્રદર્શન પિોતાની પ્રજા સમક્ષ રજૂ કરનાર અશેકના કેટલા બધા અનુયાયીઓ થયા હશે, વારૂ? આશરે એક વર્ષની ટૂંકી મુદતમાં અશોકના આવા સુકલ્પિત અને સુવ્યવસ્થિત તેમ જ સુસાધિત ધર્મોપદેશકાર્યનાં આવા અણધાર્યા અને અચંબો પમાડનારાં પરિણામ આવ્યાં, એમાં કાંઈ નવાઈ પામવાનું કારણ નથી. . પિતાના હેતુને બર લાવવાના કામે અશે કે બીજા પણ કેટલાક ઉપાયો યોજ્યા હતા. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે, ભિક્ષુગતિક તરીકેની પિતાની કારકીર્દિની શરૂઆતના સમયમાં જ ધર્મયાત્રાની યોજના કરીને તેણે તેને અમલમાં મુકી હતી. તે પોતે પિતાના આઠમા મુખ્ય શિલાલેખમાં કહે છે કે, “લાંબા કાળના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com