________________
૧૪૮ જે હકીક્ત જળવાઈ રહી છે તે વધારે વિશ્વાસપાત્ર છે, એમ માનવું : એ તો “ કબૂલી ન શકાય એટલી બધી હિમ્મતભરી કલ્પના છે.
અશેકે માત્ર એક જ સ્થળે ગ્રીસના રાજાઓનાં રાજ્યને ઉલ્લેખ કરેલ નથી. દૂરદૂરના પ્રદેશોમાં તે પોતે જે ધર્મપ્રચાર કરતો હતો તેની હકીકત આપતાં જ તે તેમનો ઉલ્લેખ કરતો નથી. અન્યત્ર એ રાજાઓને ઉલ્લેખ તેણે કરેલો છે. મનુષ્યના તથા પશુઓના હિતને માટે તેણે ચિકિત્સકેની યેજના કરેલી, અને જ્યાં જ્યાં ઔષધિઓ ન હતી ત્યાં ત્યાં તે લેવડાવી જઈને તેણે પાવેલી ? એ હકીક્ત પિતાના બીજા મુખ્યશિલાલેખમાં તેણે આપેલી છે. તે પોતે જ કહે છે તેમ, પોતાના રાજ્યમાં તેમ જ ગ્રીસનાં રાજ્યમાં તેણે આ પરોપકારનાં કામ કર્યા હતાં. જે વાત મુદે સાચી ન હતી તે જ વાત અશકે આ બન્ને પ્રસંગોને ઉદ્દેશીને જણાવી છે, એમ આપણે માનવું, શું? એમ હોય તે તો એને અર્થ એટલે જ થયો કે, અશેકે પૂરેપૂરી બનાવટી હકીકત અહીં રજૂ કરી છે. પરંતુ કોઈ પણ વિવેકી વાચક એ અર્થ નહિ જ સ્વીકારે. અશેકે પોતે જે કામ સાધ્યું હશે તેની હકીકત આપતાં તેમાં કાંઈક અતિશયોક્તિને અંશ તેણે દાખલ કર્યો હોય, એ બનવાજોગ છે. પરંતુ, પિતાના અમલદારોની મારફતે જ સ્વદેશમાં તેમ જ પરદેશમાં પોતાના ધર્મને પ્રચાર કરવાનું કામ તેણે પોતે સાધ્યું હતું, એવું અશકે કહ્યું છે તેની બાબતમાં તે કઈ પણ નિષ્પક્ષપાતી વાચક વહેમ ઊઠાવી શકે નહિ. તે પછી એટલે સવાલ તે હરકે વાચક પૂછી શકે કે, ધર્મોપદેશને લગતી તેની પ્રવૃત્તિથી પરદેશમાં કાંઈ પણ ચિરસ્થાયી અસર પેદા થઈ હતી કે કેમ? ગ્રીસનાં રાજ્યમાં અશોકનું ધર્મોપદેશકાર્ય કેટલા અંશે સફળ નીવડેલું, એનો વિચાર કરતાં ઉપરના સવાલનો જવાબ આપણને મળી રહેશે.
એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, મહત્ત્વની અમુક અમુક બાબતમાં બૌદ્ધપંથ ખ્રિસ્તી ધર્મને બહુ મળતો આવે છે. આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com