________________
૧૩૬ ધર્મને વધારવાના તથા ખૂબ ફેલાવવાના હેતુથી અશોકે વધારાને છઠ્ઠો ઉપાય પણ જેલે જણાય છે. પિતાના સાતમા મુખ્ય સ્તંભલેખમાં તેણે કહ્યું છે કે, તેણે ધર્મશ્રાવણ કરાવ્યાં હતાં અને ધર્મમહામાત્રો યોજેલા હતા તેની સાથેસાથે ધર્મસ્તંભ પણ ઊભા કરાવ્યા હતા. ધર્મસ્તભો” એટલે “સ્તંભના ઉપર કોતરાવેલી ધર્મલિપિ': એમ આપણે સમજવાનું છે. આમાં શિલાલેખોને સમાવેશ પણ આપણે કરી લેવાનો છે, કારણ કે, સ્તંભલેખ કોતરાયા ત્યારપછી જ શિલાલેખે કરાયા હતા તેથી કરીને સ્તંભલેખાને લગતા પિતાના ઉલ્લેખમાં અશોક પિતાના શિલાલેખેને ઉલ્લેખ કરી શકયો નથી. ખરી રીતે જોતાં, અશોકે કોતરાવેલી બધી ધર્મલિપિઓને ઉક્ત ધર્મસ્તંભ' તરીકે સમજી લેવાની છે. અહીં કોઈ પૂછશે કે, ધર્મવૃદ્ધિના કામે અશોકની ધર્મલિપિઓએ કેવા પ્રકારને ભાવ ભજવ્યો હતો ? કેટલાક વિદ્વાનો એમ માને છે કે, પિતાનું નામ અમર થાય તેટલા માટે જ અશોકે પિતાની ધર્મલિપિઓ કેતરાવી હતી. અર્થાત એ બધાની પાછળ સત્તાભ્રમ ડકિયાં કરતો હતો, એમ તેઓ માને છે. પરંતુ આના જેવી મોટી ભૂલ બીજી કોઈ પણ નહિ હોય. પોતાના શિલાલેખમાં તેમ જ સ્તંભલેખોમાં અનેક પ્રસંગે અશોકે આપણને સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે, તેની પિતાની ધર્મલિપિઓ લાંબા વખત સુધી ટકી રહે, અને તેના પિતાના વંશજે તેને અનુસરીને લોકોના ભૌતિક તથા આધિભૌતિક સુખને વધારે, એ જ હેતુથી તેણે પિતે શિલાઓના ઉપર અને થાંભલાઓના ઉપર પિતાની ધર્મલિપિઓ તરાવી હતી. જેથી તથા પાંચમા અને છઠ્ઠા મુખ્ય શિલાલેખને તેમ જ સાતમા મુખ્ય સ્તંભલેખને અંતભાગ કાળજીપૂર્વક જે કોઈ વાંચશે તેની ખાત્રી તુર્ત જ થશે કે, પથ્થરના ઉપર પિતાની ધર્મલિપિઓ કોતરાવવામાં અશોકનો આશય આવો જ હતો. તે પિતે કહે છે તેમ, ઉક્ત ધર્મલિપિ કાંઈક સ્પેયી રૂપમાં જળવાઈ રહે તો પછી રાજકુટુંબના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com